Advertisement
Author: નોબત સમાચાર

રૂા.૮ લાખના ચેક પરતના કેસમાં લોન્ડ્રી ચલાવતા શખ્સને એક વર્ષની કેદની સજા

મકાન ખરીદવા મેળવી હતી હાથઉછીની રકમઃ

જામગનર તા. ૩૦: જામનગરમાં એક આસામીને રૂા.૮ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરમાં હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમસિંહ દિલુભા જાડેજા પાસેથી લોન્ડ્રી કામ કરતા મહેશ પરસોત્તમભાઈ ગોહિલે સંબંધદાવે રૂા.૮ લાખ મકાન ખરીદવા માટે હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે  ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા વિક્રમસિંહ ગોહિલે  નોટીસ પાઠવ્યા પછી પણ રકમ નહીં ચૂકવાતા તેઓએ કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહેશ પરસોત્તમભાઈ ગોહિલને એક વર્ષની કેદ તથા રૂા.૮ લાખ વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ અભિષેક બી. નંદા, રવિ કરમુર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh