Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મનપા દ્વારા કાદવ-કીચડ હટાવી શહેરમાં સઘન સફાઈ શરૂ

ર૯૦નુ રેસ્કયૂઃ ૧પપ૦ નાગરિકોને આશ્રયઃ ૧.૪૦ ફૂડપેકેટનું વિતરણઃ વોટર સપ્લાઈ નિયમિત કરાઈ

જમનગર તા. ૩૦: જામનગર શહેરમાં અતિવૃષ્ટિ પછી જનજીવન પૂર્વવત કરવા મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શહેરી વિસ્તારમાં ર૯૦ થી વધુ નાગરિકોનું રેસ્કયૂ તથા ૧પપ૦ નાગરિકોનું સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયા છે. જરૂરી સંસાધનો કામે લગાડી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ દૂર કરવા સહિતની સફાઈ કામગીરી  પ્રગતિમાં છે. તેમ નાયબ મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે.

જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૧પ૯ એમએમ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગેની વધુ વિગતો આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત ર૯૦ થી વધુ નાગરિકોનું રેસ્કયૂ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧પપ૦ નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પુરૃં પાડવામાં આવેલ છે. સ્થળાંતરિત કરાયેલ તથા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ છે.

હાલ વરસાદ બંધ થવાના કારણે શહેરમાંથી વરસાદી પાણી ઓસરતા ૧૪ જેટલા જેસીબી અને પ ટ્રેકટરની મદદથી નીચાણવાળા  વિસ્તારોમાં કાદવ કીચડ દૂર કરવા સહિતની સફાઈ કામગીરી તેમજ પડી ગયેલ વૃક્ષો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પીવાના પાણીની લાઈનો વ્યવસ્થિત કરી લોકોને જરૂરીયાત મુજબનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. સાથે સાથે સફાઈ કામગીરી પણ વિવિધ વિસ્તારોમાં શરૂ કરી દેવાઈ છે. ઉપરોકત તમામ કામગીરી તાકીદે પૂર્ણ કરવાની સાથે સાથે આરોગ્ય વિષયક કામગીરી પર પણ પુરતુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યંુ છે તેમ તેમણે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh