Advertisement
Author: નોબત સમાચાર

અરબી સમુદ્રમાં ગુજરાત નજીક સર્જાયેલા 'અસના' વાવાઝોડાને હવામાન ખાતાએ ગણાવ્યું 'દુર્લભ'

ઓગસ્ટમાં સર્જાનારૂ ૧૯૭૬ પછીનું પ્રથમ ચક્રવાત

અમદાવાદ તા. ૩૦: ગુજરાત પર જે ચક્રવાત અસનાનો ખતરદ મંડરાઈ રહ્યો છે, તેને હવામાન ખાતાએ દુર્લભ ગણાવ્યું છે. અગાઉ છેલ્લે ૧૯૭૬ માં આવું વાવાજોડુ જોવા મળ્યું હતું.

વાયુ, તાઉતે, બિપર જોય અને બીજા ઘણાં બધા ચક્રાવત આપણે જોયા છે. અપર એર સરક્યુલિક સિસ્ટમ સક્રિય થતા ચક્રવાત ઉદ્ભવે છે. ત્યારે ઓગસ્ટ માસમાં વધુ એક ચક્રવાતનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતનું નામ છે 'અસના'. આ ચક્રવાતને હવામાન વિભાગે દુર્લભ ગણાવ્યું છે.

આ દુર્લભ ચક્રવાત હોવાનું એક કારણ એ પણ છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચક્રવાત એક્ટિવ થઈ રહ્યું છે. જે આજે અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. આ અંગે ભારતીય હવમાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બનવા જઈ રહ્યું છે. ૧૯૭૬ પછી ઓગસ્ટમાં સર્જાનારૂ પ્રથમ ચક્રવાત છે. અસના નામનું ચક્રવાત ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાંથી ઓમાનના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે.

આઈએમડીના એક વૈજ્ઞાનિકે કહ્યું કે વર્તમાન વાવાઝોડાની અસામાન્ય વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેની તીવ્રતા એટલી જ છે. ઉષ્ણકટિબંધીય તોફાન બે એન્ટિસાયક્લોન્સ વચ્ચે સ્થિત છે- એમ તિબેટીયન ઉચ્ચપ્રદેશ પર અને બીજુ અરબી દ્રીપકલ્પ પર, તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરના ડીપડિપ્રેશનને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. વર્ષ ૧૯૭૬ નું ચક્રવાત ઓડિશા પર વિકસિત થયું હતું, જે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધ્યું અને અરબી સમુદ્રમાં ઉભરી આવીને લૂપિંગ ટ્રેક બનાવ્યું અને અંતે ઓમાનના કિનારે ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડ્યું હતું.

આઈએમડીના જણાવ્યાનુસાર આ ચક્રવાતી વાવાઝોડું ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાંથી ઉદ્રવશે અને પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં ઓમાનના કિનારા તરફ આગળ વધશે. ચક્રવાતનું નામ અસના રાખવામાં આવ્યું છે જે નામ પાકિસ્તાને સૂચવ્યું છે.

હવામાન વિભાગે કહ્યું કે ૧૯૭૬ પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં સર્જાતું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. આઈએમડી એ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાનનો વિકાસ એક દુર્લભ પ્રવૃત્તિ છે. ૧૯૪૪ નું ચક્રવાત પણ અરબી સમુદ્રમાં ઉદ્ભવ્યા પછી તીવ્ર બન્યું હતું અને બાદમાં મધ્ય મહાસાગરમાં નબળું પડ્યું હતું. ૧૯૬૪ માં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક નાનું ચક્રવાત વિકસિત થયું અને દરિયાકાંઠાની નજીક નબળું પડ્યું હતું. છેલ્લા ૧૩ર વર્ષો દરમિયાન બંગાળની ખાડીમાં ઓગસ્ટ મહિનામાં આવી કુલ ર૮ સિસ્ટમ એક્ટિવ થઈ હતી.

આઈએમડીના ડેટા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આ વર્ષે ૧ જૂનથી ર૯ ઓગસ્ટ વચ્ચે ૭૯૯ એમએમ વરસાદ નોંધાયો છે. જે આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતા ૮૬ ટકા વધુ વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વિય અરબી સમુદ્રમાં એક્ટિવ થઈને શુક્રવારે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh