Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મૂલાકાત લઈ અતિવૃષ્ટિનો તાગ મેળવવા આવેલા મુખ્યમંત્રી સમક્ષ સમસ્યાઓ રજૂ કરાઈ

ખંભાળીયાને ત્રણ-ચાર કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવોઃ રાવલની ફરતે દબાણો હટાવોઃ

ખંભાળીયા તા. ૩૦: દ્વારકા જિલ્લાની મુલાકાતે એક માસમાં બીજી વખત પૂરની સ્થિતિમાં આવેલા મુખ્યમંત્રીને પૂર્વ કારોબારી ચેરમેને રજૂઆત કરી હતી.

દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં વરસાદ પૂરની સ્થિતિમાં એક જ માસમાં બીજી વખત આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે ટૂંકા સયમાં આવેલા તથા પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી ત્યારે ખંભાળીયાના પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા મુખ્યમંત્રીને આ વિસ્તારની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજુઆત મેઈલ દ્વારા કરી જાણકારી અપાઈ હતી.

ખંભાળીયામાં ઘી નદી પર ખામનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થવાથી તંત્રએ બંધ કર્યો છે. ત્યારે પાંચ મહિનાથી પીડબલ્યુડી તંત્ર હજી ટેન્ડર પણ બહાર પાડી શકયું નથી. ભાણવડ, પોરબંદર રોડ તથા નજીકના સોસાયટી વિસ્તારના લોકોને પાંચ કિમીનો રોજ ફેરો કરવો પડતો હોય તંત્ર દ્વારા કંઈ તાકીદે પગલા લેવાતા નથી.

ખંભાળીયા જામનગર રોડ પર ૩ર કરોડના ખર્ચે નવો ઓવરબ્રીજ બે વર્ષથી મંજુર થઈ ગયો પાંચ માસથી ટેન્ડર પણ મંજુર થઈ ગયું પણ કામ ચાલુ કરવામાં રેલવે તંત્રના અધિકારીની નડતર હોય ઓવરબ્રીજ ન થતાં લોકો ઈમરજન્સીમાં ફાટકમાં ફસાય છે!!

જ્યારે વરસાદ આવે અને ઘી ડેમ ઓવરફલો થાય ત્યારે પાણીની મેઈન લાઈન ખંભાળીયાને પૂરૃં પાડતી કાં તણાઈ જાય કાં તુટી જાય છે. હાલ સાત દિવસથી પાણી વિતરણ બંધ છે ત્યારે આ મેઈન લાઈન અગાઉ જે પૂલ પરથી નીકળતી તે તુટી ગયો હોય પૂલ બનાવવા માંગ કરાય છે જેથી લોકો જીવના જોખમે ત્યાં જતાં અટકે.

ખંભાળીયામાં ૮૬ ઈંચ પડેલા ભારે વરસાદની શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડાયુકત થઈ ગયા હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડ્યો ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા નુકસાન માટે ૩-૪ કરોડની ખાસ કિસ્સામાં ગ્રાંટ ફાળવવામાં પણ માંગ કરવામાં આવી છે.

જામ રાવલમાં દર વર્ષે ત્રણેય બાજુથી ડેમોમાંથી આવતા પાણીની વિકટ સ્થિતિ લશ્કર બોલાવવું પડે તેવું થતું હોય રાવલની ફરતા જો દબાણો હટાવીને પાણીનો નિકાલ થાય તો આ સ્થિતિ ઉભી ના થાય તેમ હોય આ બાબતે પણ માંગ કરવામાં આવી છે તથા ભૂગર્ભ ગટરની ૪ર કરોડની યોજના ધૂળ ખાતી પડી હોય તાજેતરમાં રાજ્ય સરકારે કરોડોની આ યોજના ચાલુ કરવા માટે ફાળવ્યા છે ત્યારે વહેલું કામ થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh