Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં થયેલા ભારે વરસાદ પછીની સ્થિતિની સમીક્ષા માટે આવેલા
જામનગર તા. ૩૦: છેલ્લા દિવસોમાં જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવી પહોંચ્યા હતાં. ત્યારે મુખ્યમંત્રી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ સાથે એરપોર્ટના મિટિંગ હોલમાં બેઠક યોજી જિલ્લાની સમગ્ર વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પ્રસંગે એરપોર્ટ પર કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, આગેવાન રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, આશિષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, મેરામણભાઈ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌએ મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial