Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને સફળતાઃ
જામનગર તા. ૩૦: હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓને સ્ટ્રેન્ધનીંગ, રીસરફેસીંગ તથા આનુસાંગિક કામો માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર તરફથી રૂા. ૧રપ.૧પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.
હાલારના બન્ને જિલ્લામાં બિસ્માર માર્ગોના રીપેરીંગ અંગે મળેલી અનેક રજૂઆતોના પગલે સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જે કામોને મંજુરી મળતા તેમની રજૂઆતને સફળતા મળી છે.
જામનગર જિલ્લાના બાલાચડી એપ્રોચ રોડ, સામપર, માધાપર, જીરાગઢ, બોડકા, પીઠડ રોડ, આરબલુસ, કાનાલુસ, સેતાલુસ, પડાણા એપ્રોચ રોડ, જામનગર, લાલપુર, પોરબંદર, સ્ટેટ હાઈ-વે રોડ, અલિયાબાડા, વિજરખી રોડ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળિયા, ચાચલાણા, ગાંગડી રોડ, લીંબડી, રાણ, ગુરવઢ, ચરકલા રોડ, હર્ષદ મંદિર એપ્રોચ રોડ તેમજ મોરબી તાલુકાના ઊટબેટ, સામપર, બેલા, આમરણ વિગેરે રોડ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલી તેમજ રસ્તા સમારકામની તાતિજરૂરિયાત હોવાની મળેલ વ્યાપક રજૂઆતો અન્વયે સદરહુ રસ્તાઓ સ્ટેન્ધનીંગ અને રીસફેસીંગ તથા આનુસાંગિક કામગીરી કરવા બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર, દ્વારકા જિલ્લાના તેમજ મોરબી તાલુકાના મહત્ત્વના માર્ગોના કામો સૈદ્ધાંતિક રીતે મંજુર થતાં લગત વિસ્તારના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકૂળતા થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial