Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિને પગલે ભારે નુકસાનઃ ઠેર-ઠેર રસ્તાઓ તૂટી ગયા

દેવભૂમિ દ્વારકાનાં મુખ્ય મથકને બેઠું કરવા વિશેષ પ્રયાસો જરૂરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં મુખ્ય મથક ખંભાળીયા પર અતિવૃષ્ટિનો સૌથી વધુ માર પડ્યો છે. રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ ૧૮ ઇંચ વરસાદ અહીં નોંધાયો હતો ત્યારે પૂરનાં પાણી ઓસર્યા પછી ખંભાળીયામાં તબાહીનાં દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ તૂટી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તાઓ પરથી પસાર થવું એક પડકારજનક કાર્ય બની ગયું છે. કેટલીક જગ્યાએ વીજપોલ પણ પડી જતા અંધારપટ છવાયો હતો જેને પગલે પીજીવીસીએલ તંત્રને પણ મોટુ નુકસાન થયું છે. આ જ મોસમમાં  પહેલા પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિ થઇ હતી ત્યારે બીજી વખત પૂરની સ્થિતિનો સામનો કર્યા પછી ખંભાળીયાનાં રસ્તાઓની સ્થિતિ અત્યંત જર્જરીત બની ગઇ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh