Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંક ઓફ બરોડાના સહયોગથી આયોજન
જામનગર તા. ૩૦: જામનગરના ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા બેંક ઓફ બરોડાના સહયોગથી તા. ૦૧-૦૯-ર૪ ના સુમેર સ્પોર્ટસ્ કલબમાં દ્વિતીય ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિત્તે બેંક મેનેજર મનિષ કુમાર સહિતની ટીમ જેડીટીટીએના કારોબારી સભ્યો સાથેની મુલાકાત દરમ્યાન ચેક અર્પણ કરી ટુર્નામેન્ટના આયોજન માટે બળ પુરૃં પાડ્યું હતું. આ સમયે બેંક મેનેજરએ જણાવ્યું હતું કે તારીખ ર૦ જુલાઈ એટલે કે બેંકના સ્થાપના દિવસે આ પ્રકારની પ્રવૃત્તિ માટે બેંક દ્વારા આપવામાં આવેલ સહયોગ ખૂબ જ યાદગાર રહેશે અને આગળ પણ સ્પોર્ટસ તથા એથલેટીકસના ઉત્થાન માટે યોગ્ય કરવામાં આવશે. જેડીટીટીએની ટીમ વતી સંસ્થાના પ્રેસીડેન્ટ તથા વાઈસ પ્રેસીડેન્ટ દ્વારા આ તકે બેંક તથા સુમેર સ્પોર્ટસ કલબનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટના આયોજનની તૈયારીઓ આરંભી હતી જેમાં જેડીટીટીએ કમિટિ દ્વારા અંદાજે ૧૦૦ જેટલી એન્ટ્રી આવવાની સંભાવના વ્યકત કરાઈ હતી. રજીસ્ટ્રેશન માટે ઉર્મીલભાઈ શાહ ૯૪ર૬ર ૦૩૭૩૮ તથા દિનેશભાઈ કનખરા (૯૮ર૪પ ૦૩૩૩૪) નો સંપર્ક કરવા અથવા આપેલ લીંક અને ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial