Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં પાણીમાં સાત તણાયાઃ પાંચના મૃતદેહ મળ્યા

અતિ ભારે વરસાદથી વ્યાપક ખાના-ખરાબીઃ

જામનગર તા. ૩૦: જામનગર જિલ્લામાં ભારે વરસાદે વ્યાપક ખાના-ખરાબી સર્જી છે. વરસાદી પાણીમાં સાતેક લોકો તણાયા અને ડૂબ્યા હતાં. તેમાંથી હજુ પણ બે લોકો લાપત્તા છે.

જામનગરમાં વરસેલા અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સત્યમ્ કોલોની વિસ્તારમાં રહેતા પ્રદિપભાઈ ગૌસ્વામી (ઉ.વ. ૪૦) અને તેનો પુત્ર શુભમ્ (ઉ.વ. ૧૧) રેલવે પાટા ઓળંગતા સમયે ગત્ તા. ર૭ ના પાણીના પૂરમાં તણાયા હતાં. ગઈકાલે એ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતાં.

રામેશ્વરનગરમાં રહેતા ચાંદનીબેન મારૂ અને તેનો ૧૪ વર્ષનો ભાઈ તા. ર૭ ના બેડી પોલીસ પેક પોસ્ટ પાસે ઊભા હતાં ત્યારે ભાઈ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા પછી તેનો મૃતદેહ હાથ લાગતા ગમગીની ફેલાઈ છે. શહેરના સુભાષ બ્રીજ પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. તો ધ્રોલમાં રાજેશભાઈ રવજીભાઈ કેવલિયા (ઉ.વ. ૪પ) નો ગઈકાલે પાણીમાંથી મૃતદેહ સાંપડ્યો હતો. જ્યારે જામજોધપુરના હીરાવટી ગામનો યુવક અને જામનગર તાલુકાના મીયાત્રા ગામનો બાળક પાણીમાં તણાયા છે. તેની શોધખાોળ હાથ ધરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh