Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ પ.પ ફૂટથી ઓવરફલો થવાથી પાણીનો જોરદાર પ્રવાહ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે મધ્યરાત્રિના સમય દરમિયાન ફરી વળ્યો હતો. આવા વિકટ સમયમાં ગામના રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતાં તરસાઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં, વાડી વિસ્તારમાં રહેતા અને બાજુના વાંસજાળીયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો મળીને કુલ ૭૪ લોકોનું તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળ પર તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
જામજોધપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને તરસાઈ કન્યા પ્રાથમિક શાળામાં સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તેમજ ગામના સરપંચ શ્રીમતી પ્રિયંકાબેન તથા તેમના પતિ રાકેશભાઈ ભાણજીભાઈ ખાણધર દ્વારા તમામ આશ્રિતો માટે ભોજન, નાસ્તા, કપડાં વગેરે સામાનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. તેમજ તાલુકા પોલીસ તંત્ર તરફથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, પાણીની બોટલો, દવાઓ પણ આપવામાં આવી છે.
આ સમગ્ર તાત્કાલિક આયોજન બદલ તરસાઈ ગામના સરપંચ, તમામ ગ્રામજનો, તલાટી મંત્રી નેહલબેન વારોતરિયા, તાલુકા પંચાયતના કર્મચારી કિશન કરમુર, જામજોધપુર તાલુકાના પોલીસ ઈન્સ્પેકટર વાય.જે. વાઘેલા તથા તેમના પોલીસ સ્ટાફને સ્થળ પર રૂબરૂ હાજર રહીને કામગીરી કરેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial