Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહાજન આસામી સામે કરવામાં આવ્યા હતા દાવાઃ
જામનગર તા. ૩૦: લાલપુરના મીઠોઈ ગામમાં આવેલી ખેતીની જમીન અંગે એક મહિલાએ બે આસામી સામે કોર્ટમાં દાવા કર્યા પછી તે રદ્દ થતાં જિલ્લા અદાલતમાં બે અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ અદાલતે નામંજૂર કરી છે.
લાલ૫ુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા જીજ્ઞેશ જયેન્દ્રભાઈ હરીયા તેમજ ભરતભાઈ કચરાભાઈ હરીયા સામે ગુલાબબા રઘુવીરસિંહ જાડેજા કે જેઓ વિજયસિંહ બટુકસિંહ જાડેજાના પાવર ઓફ એટર્ની હોલ્ડર હતા. તેણે લાલપુર કોર્ટમાં બંને વ્યક્તિઓ સામે ખેતીની જમીન અંગે દાવાઓ કરી મનાઈહુકમની માગણી કરી હતી.
આ મહિલાએ તે જમીનમાં પોતાનો કબજો હોવાનું પણ અદાલતમાં જણાવી તેના રક્ષણ માટે દાવાઓ કર્યાની વિગત આપી હતી. લાલપુરની કોર્ટમાં ભરતભાઈ તથા જીજ્ઞેશભાઈના વકીલે દલીલો કરી તેમાં જણાવ્યું હતું કે, દાવો લાવવાનું કોઈ કારણ ઉત્પન્ન થયું નથી અને દાવો પ્રથમ દર્શનીય રીતે જ રદ્દ થવા પાત્ર છે. અદાલતે બંને દાવા રદ્દ કર્યા હતા.
તે પછી ગુલાબબા જાડેજાએ જામનગર જિલ્લા કોર્ટમાં બે અપીલ દાખલ કરી હતી. તે અપીલ અન્વયે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે બંને અપીલ રદ્દ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. છેલ્લા છ વર્ષથી ચાલી રહેલા ખેતીની જમીનના આ વિવાદનો અંત આવ્યો છે. ચાલુ અપીલે બંને એપેલન્ટના અવસાન થયા હતા અને તેમના વારસો તેમાં જોડાયા હતા. એપેલન્ટ તરફથી વકીલ હેમલ એચ. ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial