Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીના નામે નકલી સોનુ વેચી છેતરપિંડી કરનાર શખ્સ સામે ગુન્હો

પોરબંદરના શખ્સે યુવતીના આઈડી પ્રૂફનો કર્યાે ઉપયોગઃ

જામનગર તા. ૩૦: જામનગરના બેડીબંદર રોડ પર તિરૂપતિ પાર્ક-રમાં રહેતી એક યુવતીને દુબઈમાં નોકરી અપાવી દેવાની લાલચ બતાવી પોરબંદર જિલ્લાના એક શખ્સે દુબઈ લઈ ગયા પછી તેણીના આઈડી પ્રૂફ પર નકલી સોનુ વેચતા ત્યાંની પોલીસે આ યુવતીને પકડી પાડી હતી અને જેલહવાલે કરી દીધી હતી. આ બાબતની જાણ થતાં તે યુવતીના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નકલી સોનુ વેચનાર શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગરના બેડીબંદર રીંગ રોડ પર આવેલા તિરુપતિ પાર્ક-૨માં રહેતા લલીતાબેન નરેશભાઈ પરમાર નામના મહિલાના પુત્રી પ્રિયંકાબેન (ઉ.વ.૨૩) એક સ્થળે નોકરી કરતા હતા જ્યાં તેમને રોશની નામની યુવતી સાથે પરિચય થયો હતો. બંને યુવતી સાથે કામ કરતી હતી. તે દરમિયાન રોશનીએ પોતાના એક સંબંધી દુબઈમાં ઓળખાણ ધરાવે છે અને પ્રિયંકાને ત્યાં નોકરી અપાવી દેશે તેવી વાત કરી હતી. તે પછી પોરબંદર જિલ્લાના મહિયારી ગામના કેશુભાઈ આભાભાઈ પરમાર નામના શખ્સનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. આ શખ્સે દુબઈમાં પ્રિયંકાને નોકરી અપાવી દેવાની વાત કરી હતી. તેથી પ્રિયંકાબેને પાસપોર્ટ વગેરે પ્રોસીજર પૂર્ણ કરી હતી અને તેણી દુબઈ પહોંચ્યા હતા. ગયા જુલાઈ મહિનામાં આ યુવતીના આઈડી પ્રૂફ પર કેશુભાઈ પરમારે દુબઈમાં નકલી સોનું વેચી નાખ્યું હતું. તે નકલી સોનું પકડાઈ જતા તેમાં પ્રિયંકાનું આઈડી પ્રૂફ હોવાથી દુબઈની પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી લીધી હતી. આ બાબતની જાણ થતા લલિતાબેને છેતરપિંડી કરવા અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેશુભાઈ આભાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh