Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રેલવે સ્ટેશન પાસે અમુક રીક્ષા ચાલકોએ ભાડાની લૂંટ ચલાવી

આફતને અવસર બનાવી

જામનગર તા. ૩૦: જામનગરમાં બે-ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. પરિણામે શહેરની હાલત બગડી જવા પામી છે. અનેક સંસ્થાઓ, સેવાભાવીઓ દ્વારા લોકોને ભોજન માટે ફૂડ પેકેટની મદદ કરવામાં આવી હતી, તો બીજી તરફ કેટલાક રીક્ષા ચાલકોએ આફતને અવસરમાં ફેરવી નાખી અને ભાડાના નામે રીતસર લૂંટ ચલાવી હતી. આવા ગણ્યા-ગાંઠ્યા તકવાદીના કારણે અન્ય સારા લોકો પણ બદનામ થાય છે.

બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ચોતરફ પાણી ભરાયા હતાં. બીજી તરફ અનેક લોકો પાણીમાં ફસાયા હોવાથી અસંખ્ય લોકોએ તેમને મદદ કરી હતી અને ફૂડ પેકેટ બનાવી તેનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.

બીજી તરફ કેટલીક ટ્રેનો મોડી રાત્રે રેલવે સ્ટેશન આવી હતી. ત્યારે મુસાફરોને ઘરે જવા રીક્ષાની સંખ્યા પૂરતા પ્રમાણમાં ન હતી અને અમુક રીક્ષા ચાલકોએ રપ૦ થી ૩૦૦ રૂપિયા જેટલું તગડું ભાડું તદ્દન નજીકના વિસ્તાર સુધી જવા માટે વસુલ્યુ હતું. આમ રીતસર આફતનોે લાભ લઈને લૂંટ ચલાવાઈ હતી તો રાબેતા મુજબ મુસાફરોની સેવા માટે રેલવે પોલીસના જવાનો પણ ત્યાં હાજર હતા નહીં. અમુક મુસાફરોના જણાવ્યા મુજબ શરૂસેકશન, પંચવટી, સાત, રસ્તા સુધીની મુસાફરી માટે ર૦૦ થી ૪૦૦ સુધી ભાડું વસુલવામાં આવ્યું હતું. હકિકતે આવા તકવાદીઓને શરમ આવવી જોઈએ. જ્યારે લોકોને મદદની જરૂર હોય ત્યારે તેને લુંટવા એ કેટલું વ્યાજબી છે ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh