Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં વરાપ નીકળતા લોકોને રાહતઃ તમામ માર્ગો શરૂ કરાયાઃ બજારો ધમધમી

ગઈકાલે અડધાથી સાડાસાત ઈંચ સુધી વરસાદ વરસ્યોઃ અનેક વિસ્તારો હજુ જળમગ્ન

જામનગર તા. ૩૦: હાલારમાં ગઈકાલે અડધાથી સાડાસાત ઈંચ વરસાદ થયો છે. આજે વરસાદે વિરામ લીધો છે, અને વરાપ નીકળતા સ્થિતિ થાળે પડી રહી છે. જનજીવન ધબકવા લાગ્યું છે. બજારો ખુલ્લી ગઈ છે અને વાહનવ્યવહાર શરૂ થઈ ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સારો વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં ૧૮૬ મી.મી. (સાડાસાત ઈંચ), જ્યારે ખંભાળિયામાં દોઢ ઈંચ અને કલ્યાણપુર તથા ભાણવડમાં અડધો ઈંચ વરસાદ થયો હતો. સતત વરસાદના કારણે ખંભાળિયા-કલ્યાણપુર અને ભાણવડના તમમ ૧૪ ડેમ છલકાઈ ગયા છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.

મોસમનો કુલ વરસાદ જોઈએ તો દ્વારકામાં ર૧૮૩ મી.મી., ખંભાળિયા ર૧પ૯ મી.મી., કલ્યાણપુરમાં ૧૪૪૯ અને ભાણવડમાં ૧૪ર૬ મી.મી. વરસાદ થઈ ચૂક્યો છે.

ખંભાળિયાથી જામનગર, લાલપુર, રાજકોટ તમામ તરફના માર્ગો શરૂ થઈ ગયા છે. ખાનગી અને એસ.ટી.ની બસો દોડતી થતા લોકોને રાહત મળી છે.

જામનગર જિલ્લામાં ગઈકાલે વરસાદનું જોર ઘટ્યું હતું. છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં ર૦ મી.મી., જોડિયામાં ૩૩ મી.મી., ધ્રોળમાં ૧૮ મી.મી., કાલાવડમાં ૧૮ મી.મી., લાલપુરમાં ૮ મી.મી. અને જામજોધપુરમાં ૧૯ મી.મી. વરસાદ થયો છે, જ્યારે ગામડામાં પણ ઝાપટાથી ત્રણ ઈંચ વરસાદ થયો હતો. જેમાં વસઈમાં ર૧ મી.મી., લાખાબાવળમાં ર૪ મી.મી., મોટી બાણુંગારમાં ૩ર મી.મી., ફલ્લામાં ૧૮ મી.મી., જામવણંથલીમાં ૩૬ મી.મી., મોટી ભણસાણમાં ૩૦ મી.મી., અલિયાબાડમાં રર મી.મી., દરેડમાં પ૦ મી.મી., હડિયાણામાં ૪૦ મી.મી., બાલંભામાં ૪પ મી.મી., પીઠડમાં ૧ર મી.મી., લતીપુરમાં પર મી.મી., લૈયારામાં ૩૦ મી.મી., ખરેડીમાં ૩ર મી.મી., મોટા વડાળામાં રપ મી.મી., મોટા પાંચદેવડામાં ૭૮ મી.મી., સમાણામાં ૧૭ મી.મી., શેઠવડાળામાં ૧ર મી.મી. વાંસજાળિયામાં ર૩ મી.મી., ધુનડામાં રપ મી.મી., ધ્રાફામાં ર૦ મી.મી., પીપરટોડામાં ૩૦ મી.મી., પરડવામાં ર૦ મી.મી., પડાણામાં ૮પ મી.મી., મોટા ખડબામાં ૭૦ મી.મી., મોડપરમાં પપ મી.મી. અને હરિપરમાં ર૧ મી.મી. વરસાદ થયો હતો.

આજે વરસાદે ઝાપટા સિવાય વિરામ લીધો છે અને વરાપ નીકળતા જનજીવન થાળે પડી રહ્યું છે, જો કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે ધીમે ધીમે ઓસરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh