Advertisement
Author: નોબત સમાચાર

ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં જામીન થયા મંજૂર

બે આરોપી સામે નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ર૪: જામનગરના એક શખ્સે ઈન્સ્ટાગ્રામ પર મહિલા સાથે પરિચય કેળવ્યા પછી તેણીને લગ્નની લાલચ બતાવી દુષ્કર્મ ગુજાર્યાની અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હામાં આ શખ્સ અને તેના ભાઈની ધરપકડ કરાઈ હતી. જેમાંથી મુખ્ય આરોપીના જામીન અદાલતે મંજૂર કર્યા છે.

જામનગરના વિજય મેરાભાઈ નંદાણીયા નામના શખ્સે મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ પર પરિચય કેળવ્યા પછી તેણીને લગ્નની લાલચ બતાવી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની અને વિજયના ભાઈ રોહિત મેરાભાઈએ પણ તે મહિલા સાથે ફોન પર વાત કરી અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના વિજય મેરામણભાઈ નંદાણીયાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૂા.૫૦ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, હિતેશ ગાગીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh