Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી પાણી ભરાતા ચાર દિવસય બંધ પડેલી ભઠ્ઠીઓની સાફ સફાઈ પછી
જામનગર તા. ૩૦: છેલ્લા ચાર દિવસથી જામનગરના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા હોવાથી અગ્નિદાહની પ્રક્રિયાઓ અટકી ગઈ હતી. ગઈકાલે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે આજે સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા યુદ્ધના ધોરણે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, અને એક પછી એક બંને ભઠ્ઠી શરૂ થઈ ગઈ છે, અને અગ્નિદાહ આપવાની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
નદીના પૂરના પાણી ગઈકાલે ઓસર્યા હતાં, અને આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના સેક્રેટરી દર્શન ઠકકરની રાહબરી હેઠળ સફાઈ કર્મચારીઓની મોટી ફોજ ઉતારી દેવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે નદીના પ્રવાહની સાથે આવેલો કચરો સાફ કરાયો હતો. સ્મશાનની અંદર આવેલી બંને ભઠ્ઠીઓ કે જે સંપૂર્ણપણે સાફ કરી લેવાયા પછી આજે સવારે એક ભઠ્ઠીમાં અગ્નિદાહની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, અને બીજી ભઠ્ઠીનું પરિસર પણ સાફસૂથરૃં બનાવી દેવાયા પછી તે ભઠ્ઠીને પણ કાર્યરત કરી દેવામાં આવી છે. ચાર દિવસના વિરામ બાદ અને યુદ્ધના ધોરણે સાફ-સફાઈ તથા જરૂરી ટેકનીકલ કાર્યવાહી હાથ ધરી લેવાતાં આખરે આજથી આદર્શ સ્મશાનની બંને ભઠ્ઠીઓ કાર્યરત થઈ ચૂકી છે, અને અગ્નિદાહ આપવા માટેની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial