Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન વધીને ૩૬.પ ડીગ્રીએઃ ગરમી વધી

ઉનાળાએ પકડી રફ્તાર... રહેજો તૈયાર...

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગ્રી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો.

જામનગરમાં માર્ચ માસના મધ્યાંતર પછી ઉનાળાએ હવે ગતિ પકડી લીધી છે. ૪ દિવસમાં તાપમાન ૬ ડીગ્રી વધ્યા પછી આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ ૧.પ ડીગરી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આમ ગત્ પાંચ જ દિવસમાં તાપમાનમાં ૭.પ ડીગ્રીનો વધારો થયો છે. મહત્તમ તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જનતા બપોરે વધારે તાપ અનુભવી રહી છે. આ તો હજુ પ્રારંભ જ છે. માર્ચ માસના અંત સુધીમાં આકરો તાપ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નગરમાં મંગળવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વધુ અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૮.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh