Advertisement
Author: નોબત સમાચાર

તાલિબાને પાકિસ્તાનની અનેક સૈન્ય ચોકીઓને ફૂંકી મારીઃ આકરી ચેતવણી

પાકિસ્તાનના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપતું અફઘાનિસ્તાનઃ

કાબુલ તા. ૧૯ઃ તાલિબાને હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે, અને પાક. આર્મીની ચોકીઓ નષ્ટ કરી દીધી છે. તાલિબાને જવાબી કાર્યવાહીની ચેતવણી આપતા કહ્યું કે અમે અમારી સંપ્રભૂતા અને અખંડિતતાનું ઉલ્લંઘન સહન નહીં કરીએ. તે પહેલા પાકિસ્તાનના હવાઈ હુમલામાં આઠ અફઘાની માર્યા ગયા હતાં.

તાલિબાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાન દળોએ અનેક પાકિસ્તાની સૈન્ય ચોકીઓને નષ્ટ કરી દીધી. અફઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને હુમલાની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની આક્રમક્તાના જવાબમાં તાલિબાન સરહદી દળોએ ભારે હથિયારોથી પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યા છે.

અફઘાનિસ્તાનના સંરક્ષણ દળો કોઈપણ આક્રમક કાર્યવાહીને જવાબ આપવા માટે તૈયાર છે. અમે દરેક સંજોગોમાં અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું. વાસ્તવમાં સોમવારે સવારે ૭ વાગ્યે તાલિબાન અને પાકિસ્તાની સરહદ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પાકિસ્તાન દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતાં. જેના કારણે અફઘાનિસ્તાનના દાંડપાટન વિસ્તારના લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા હતાં.

આ પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનના મોસ્ત અને પંક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. જેનાથી બન્ને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાની ફાઈટર પ્લેન કરી એકવાર અફઘાન વિસ્તારમાં ઘૂસી ગયા છે. તેઓએ પક્તિકા પ્રાંતના અરમેલ જિલ્લા અને ખોસ્ટ પ્રાંતના સેપેરા જિલ્લામાં બોમ્બમારો કર્યો હતો. રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાની હુમલાને કારણે મહિલાઓ અને બાકો સહિત આઠ લોકોના મોત થયા હતાં.

તાલિબાને આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની હવાઈ હુમલાઓ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. આના ગંભીર પરિણામો આવશે.

વધુમાં તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું કે અફઘાનિસ્તાનની ઈસ્લામિક અમીરાત આ હુમલાઓની સખત નિંદા કરે છે, જો કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, તેઓએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે.

ઓપરેશનનો ઉદ્દેશ્ય હાફિઝ ગુલ બહાદુર જુથના આતંકવાદીઓને ખતમ કરવાનો હતો. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની સાથે, હાફિઝ ગુલ બહાદુર જુથ પણ પાકિસ્તાનની અંદર ઘણાં આતંકવાદી હુમલા માટે જવાબદાર હતું. બન્ને પ્રતિબંધિત સંગઠનોના કારણે સેંકડો પાકિસ્તાની નાગરિકો અને કાયદા અમલીકરણ અધિકારીઓના મોત થયા છે.

શનિવારે જ ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી સ્થિત સુરક્ષા ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાત પાકિસ્તાની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh