Advertisement
Author: નોબત સમાચાર

ખાતરનો ખેતીના બદલે ઔદ્યોગિક વપરાશ કરવા અંગે પિતા-પુત્ર સામે નોંધાયો ગુન્હો

ગયા સપ્તાહે નાઘેડી પાસે પડાયો હતો દરોડોઃ

જામનગર તા. ૧૯ઃ જામનગર નજીકના નાઘેડી પાસેના ઔદ્યોગિક વિસ્તારમાં એક કારખાનામાં ગયા અઠવાડિયે દરોડો પાડી ખેતીમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર પકડી પાડવામાં આવ્યું હતું. તેનો નમૂનો પરીક્ષણમાં મોકલાયા પછી કારખાનેદાર પિતા-પુત્ર સામે ખેતીમાં વપરાશના ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી ગામના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં ગયા સપ્તાહે જામનગરની નાયબ ખેતી નિયામક કચેરીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તે દરોડામાં કારખાનામાંથી સબસિડીવાળા રાસાયણિક ખાતરનો નીમ કોટેડ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડામાં સાથે રહેલા ધવલ એમ. પાનસુરીયાએ ફરિયાદી બની આ કારખાનાના સંચાલક અને દિગ્વિજય પ્લોટ શેરી નં.૫૮માં શ્રીરંગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા દેવજીભાઈ હીરજીભાઈ મંગે અને તેમના પુત્ર દીપેશ મંગે સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ખેડૂતો માટે સબસિડીવાળુ નીમ કોટેડ યુરિયા ખાતર ફાળવવામાં આવતું હોય છે. તે ખાતર ઉપરોક્ત કારખાનામાંથી ૩૧ બાચકામાં મળી આવ્યું છે. વર્ષાે પહેલાં ઉભી થયેલી ખાતરની અછતના પગલે ખેડુતોના ઉહાપોહ વચ્ચે સરકારે ખાતરનો ગેરકાયદે વપરાશ અટકાવવા રાસાયણિક ખાતરના ઉત્પાદનના તબક્કે જ ખાતરને નીમ કોટેડ બનાવવા હુકમ કર્યાે હતો. આમ છતાં ખાતરના ગેરકાયદે વપરાશ અને અછતને નિવારી શકાતા નથી. તે દરમિયાન ઉપરોક્ત કારખાનામાંથી નીમ કોટેડ યુરિયા મળી આવ્યું છે.

ગયા સપ્તાહે પાડવામાં આવેલા દરોડા પછી ખાતરનો નમૂનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. તેના રિપોર્ટમાં ઉપરોક્ત બાબત ફલિત થઈ છે અને તે પછી કારખાનેદાર પિતા-પુત્ર સામે ખેતીમાં વપરાશ કરાતા ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા અંગે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh