Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પબ્લિક મનીનો જરા પણ હિસ્સો હોય તેવી
જામનગર તા. ૧૯ઃ જાહેર નાણાનો હિસ્સો ધરાવતી તમામ સંસ્થાઓ, કચેરીઓ તથા રાજકીય પક્ષોએ ચૂસ્તપણે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે. પંડ્યાએ જણાવ્યું છે.
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ તા. ૭-પ-ર૦ર૪ ના યોજવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આથી તા. ૧૬-પ-ર૦ર૪ ના ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા, અધિકારી તથા કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ સૂચનાઓ અમલમાં આવેલ છે.
આ સૂચનાઓનો અમલ રાજ્ય સરકાર રાજકીય પક્ષો, ઉમેદવારો, સચિવાલયના તમામ વિભાગો, ખાતાઓ, કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, બોર્ડ/નિગમો, સહકારી મંડળીઓ વગેરે કે જેમાં જાહેર નાણાનો જરા પણ હિસ્સો હોય તેવી તમામ સંસ્થાઓએ ચૂસ્તપણે કરવાનો રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે ચૂંટણી અધિકારીશ્રી કાર્યવાહી હાથ ધરશે. આથી આચારસંહિતા તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજના સંબંધી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનો સર્વેને આ ચૂંટણીમાં ચૂસ્તપણે અમલ કરવા શ્રી બી.કે. પંડ્યા, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial