Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના ફાયર બ્રિગેડ વિભાગમાં ઈમરજન્સી માટે ડ્રાયવરની સુવિધા વધારવા માંગણી

ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયામાં પાલિકા દ્વારા અકસ્માત કે હોસ્પિટલમાં મૃત્યુ પામનારનો મૃતદેહ પાલિકાની ગાડીમાં તેમના ઘેર પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ફાયર બ્રિગેડમાં ફાયર સિવાયના કામે ડ્રાયવરો ના હોય કેટલીક વખત મૃતકના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

તાજેતરમાં હૃદયરોગ હુમલાથી એક વિપ્ર પ્રૌઢનું અવસાન થતાં ફાયર ઈમરજન્સી સિવાય ડ્રાયવરના હોય આ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા છેવટે પાલિકાના એક અગ્રણીને કહીને ડ્રાઈવરની વૈકલ્પીક વ્યવસ્થા કરતા આ મૃતદેહ ઘેર પહોંચ્યો હતો. ખંભાળીયા જિલ્લાનું વડું મથક હોય ફાયર બ્રિગેડમાં ઈરજન્સીમાં આવા કાર્યો માટે ડ્રાયવરની વ્યવસ્થાની માંગણી ઉઠવા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh