Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ, ટ્રક તથા મોપેડ વચ્ચે ત્રિપલ અકસ્માતઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના ઠેબા બાયપાસ પાસે ગઈકાલે સાંજે એસટીની એક બસ ટ્રક સાથે ટકરાયા પછી વચ્ચે એક મોપેડ આવી જતાં તેના પર જઈ રહેલા કારખાનેદારનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્રએ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે છએક વાગ્યે જીજે-૧૮-ઝેડટી ૫૩૪ નંબરની દ્વારકા રૃટની બસ પસાર થતી હતી. ત્યારે આ બસ એક ટ્રક સાથે ટકરાઈ પડ્યા પછી બંને ભારે વાહનોની વચ્ચે મોપેડ આવી ગયું હતું.
આ મોપેડ પર જામનગરના ધુંવાવ ગામના અશોકભાઈ ચાવડા નામના સતવારા યુવાન જઈ રહ્યા હતા. તેઓને બસની ઠોકર વાગતા મોપેડ બસ નીચે આવી ગયું હતું અને તેની સાથે રોડ પર પછડાયેલા અશોકભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેઓને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.
સારવાર કારગત નિવડે તે પહેલાં અશોકભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર જય ચાવડાએ એસટી બસના ચાલક સામે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રિપલ અકસ્માતના પગલે થોડી મિનિટો માટે ટ્રાફિક અટવાઈ જવા પામ્યો હતો. અકસ્માત વેળાએ દરેડ તરફથી અશોકભાઈ પોતાના મોપેડમાં પિત્તળના સળીયા લઈને આવી રહ્યા હતા. તેઓને માર્ગમાં કાળનો ભેટો થઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial