Advertisement
Author: નોબત સમાચાર

બેડી પછી પંચેશ્વર ટાવર વિસ્તારમાં પણ ડહોળા પાણી વિતરણની ફરિયાદ

રોગચાળો વકરવાની દહેશતઃ જામ્યુકો કૃપયા ધ્યાન દે..

જામનગર તા. ૧૯ઃ જામનગરના અમુક વિસ્તારમાં વિતરણ થતું પાણી ડહોળું હોવાથી અને પીવા લાયક નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

જામનગરના બેડીના અમુક વિસ્તારમાં ડહોળુ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ સ્થાનિક આગેવાન અનવર નુરમામદ સંઘાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ પછી હવે પંચેશ્વર ટાવર, હવાઈ ચોક સેન્ટ્ર્રલ બેંક, સેતાવાડ, વિસ્તારમાં પણ ડહોળા પાણી વિતરણ અંગેની ફરિયાદ ઉઠવા પામી છે.

આથી સત્વરે મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાએ વિતરણ થતાં પાણીના નમુનો લઈ તેને ટેસ્ટીંગ કરાવવું જોઈએ અથવા તો લાઈન લીકેજીંગનો પ્રશ્ન હોય તો પાઈપલાઈનની જરૃરી મરામત કરાવવી જોઈએ. અન્યથા પાણી જન્ય રોગચાળો વકરવાની દહેશત પણ વ્યકત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh