Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સભા-સરઘસ બંધી

લોકસભા ચૂંટણી ર૦ર૪

જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ નું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અધિકાર રહેલો છે. તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૃપે એકઠા કે પ્રસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો હેતુ જળવાય નહીં તેથી સમગ્ર જિલ્લામાં જરૃરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવા, બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.

આ હુકમ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ૬-૬-ર૦ર૪) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh