Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સપ્તાહ પૂર્વે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના ગોકુલનગર પાસે શિવનગરમાં બે સપ્તાહ પૂર્વે રમતા રમતા એક બાળક જીવંત વીજવાયરને અડકી જતાં તેને વીજ આંચકો લાગ્યો હતો. આ બાળકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા પાણાખાણ પાસેના શિવનગરની શેરી નં.૮માં રહેતા મૂળ બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના ઇંગ્લીશ ગામના વતની રામજીભાઈ હલદરભાઈ રાય નામના શ્રમિક મજૂરીકામ કરી પેટીયુ રળે છે.
આ શ્રમિકનો દસ વર્ષનો પુત મનીષ ગઈ તા.૩ની સાંજે પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે આ બાળક ઘર નજીક આવેલા ઇલેક્ટ્રીકના થાંભલા સાથે લટકતા વાયરને અડકી જતા તેને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. સારવાર માટે પિતા રામજીભાઈએ પુત્રને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial