Advertisement
Author: નોબત સમાચાર

પુત્રને કામ ધંધો કરવાનું કહેતા માતાને ધમકીઃ બીજાના ઝઘડામાં યુવાનને માર પડ્યો

ટ્રકની એનઓસી બાબતે અંબર ચોકડી પાસે યુવકને ધોકાવાયોઃ

જામનગર તા. ૧૯ઃ જામનગરના ભીમવાસમાં ગઈકાલે એક યુવાને પિતા પાસે વાપરવાના પૈસા માગતા અને માતાએ કામ-ધંધો કરવાનું કહેતા પુત્રએ ગાળો ભાંડી ધમકી આપી હતી. જ્યારે એક ટ્રકની એનઓસી બાબતે બોલાચાલી પછી અંબર ચોકડી પાસે યુવાન પર ત્રણ શખ્સે ધોકા, પાઈપથી હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યા હતા. ઉપરાંત લાખાબાવળમાં એક યુવાનને ધોકો ફટકારી પગ ભાંગી નખાયો હતો અને બે સપ્તાહ પહેલાં બાલાજી પાર્કમાં થયેલી મારામારીની સામા પક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે. જામજોધપુરમાં બીજાના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને બે મહિલા સહિત ચારે માર માર્યાે હતો.

જામનગરના જૂના રેલવે સ્ટેશનથી આગળ ફોરેસ્ટ ગેઈટ નજીક ભીમવાસની શેરી નં.૩માં રહેતા કંચનબેન કાનજીભાઈ ખીમસુરીયા નામના પ્રૌઢાને ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે તેમના મોટા પુત્ર વિવેકે પિતા પાસે વાપરવા માટે પૈસા માગતા માતા કંચનબેને કામ ધંધો કરવાનું કહેતા ઉશ્કેરાયેલા વિવેકે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નર્મદા સર્કલ (અંબર ચોકડી) નજીક આવેલી ઈન્ડસઈન્ડ બેંક પાસે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે મીઠાપુરના સાગર ધીરજભાઈ ભાયાણી નામના યુવાન પર જયરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ, સુખદેવસિંહ નામના ત્રણ શખ્સે ધોકા તથા પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. સાગરભાઈને બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પગમાં ઈજા થઈ છે. સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યાંથી તેઓએ મોડીરાત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ સાગરભાઈને હુમલાખોરો સાથે ટ્રકનો લેતી દેતીનો વ્યવહાર છે જેમાં એક ટ્રકની એનઓસી બાબતે મનદુખ ઉભુ થયું હતું. તે પછી ગઈકાલે સાગરભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની શોધ શરૃ કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાછળ આવેલા બાલાજી પાર્ક-૧માં રહેતા સુભદ્રાબેન સંજયભાઈ કુશવાહ નામના મહિલાના ઘર પાસે તેઓએ બનાવેલા બગીચામાંથી પાડોશી ગિરીશ જોષી ઝાડ તોડતા હોય તેને તેમ કરવાની ના પડાતા ગિરીશ તથા તેમના પત્નીએ ગાળો ભાંડી હતી. આ વેળાએ સુધાંશુ વચ્ચે પડતા ગિરીશ તથા તેના પત્નીએ ઢીકાપાટુથી માર મારી ધમકી આપી હતી. ગઈ તા.૨ના દિને બનેલા આ બનાવ અંગે હુમલાની ગિરીશ જોષીએ જે તે વખતે ફરિયાદ નોંધાવ્યા પછી સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર લાખાબાવળ ગામમાં રહેતા સલીમ ઈબ્રાહીમ ખીર નામના યુવાન પર રવિવારે સાંજે ચીનો વલીમામદ સમાણી નામના શખ્સે ધોકાથી હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો.

જામજોધપુર શહેરમાં ગંજીવાડા પાસે લાડવા શેરી નજીક ગઈ તા.૫ની સાંજે તૌફિક હુસેન મકરાણી, રીઝવાન હુસેન, મેરૃન હુસેન, ખેરૃન હુસેન મકરાણી નામના વ્યક્તિઓ ઝઘડો કરતા હતા. આ વેળાએ અમીન ભગવાનજી વરાનીયા છોડાવવા માટે વચ્ચે પડતા ઉપરોક્ત ચારેય વ્યક્તિએ છરી, ધારીયા, પથ્થર વડે હુમલો કરી અમિતને માર માર્યાે હતો. દવાખાને ખસેડાયેલા અમિતે ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh