Advertisement
Author: નોબત સમાચાર

એનડીએમાં સખળડખળઃ જો દિખતા હૈ વો હોતા નહીં હૈ!

ગુજરાતમાં ધારાસભ્ય ઈનામદારના રાજીનામાથી હલચલ વધીઃ

નવી દિલ્હી તા. ૧૯ઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, ત્યારે એનડીએમાં સખળડખળ ચાલી રહ્યું હોવાના અહેવાલોએ ચર્ચા જગાવી છે. આજે વહેલી સવારે જ અહેવાલો આવ્યા હતાં કે કેન્દ્રિય મંત્રી પશુપતિ પારસે આજે પ્રેસકોન્ફરન્સ બોલાવી છે, તેમાં ધમાકો થવાનો છે. એવું કહેવાય છે કે સ્વ. રામવિલાસ પાસવાન જે સીટ પરથી ચૂંટણી લડીને જીતતા રહ્યા છે, તે બેઠક પરથી જ લડવા ચિરાગ પાસવાન અને કાકા પશુપતિ પારસ વચ્ચે વિવાદ હોવાથી આ મડાગાંઠ સર્જાઈ હતી.

ગુજરાતમાં પણ ભારતીય જનતા પક્ષના વર્તુળોમાં સવારથી હલચલ જોવા મળી રહી છે, અને વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મેઈલથી પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને મોકલ્યું હોવાના અહેવાલો પછી તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

અહેવાલો મુજબ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પ્રારંભે તેઓનું રાજીનામું સ્વીકારાયું અને રાજીનામાના પત્રમાં કોઈ કારણ જણાવ્યું નથી. તેઓ અવારનવાર પોતાના વિસ્તારના લોકો તથા ખેડૂતોના મુદ્દાઓ પાર્ટી લાઈનથી અલગ રીતે પણ ઊઠાવતા રહ્યા છે. ઈનામદારના રાજીનામા પછી ભાજપમાં પણ કાંઈક રંધાઈ રહ્યું હોવાનું જણાય છે, કારણ કે મધુ શ્રીવાસ્તવ પણ કાંઈક નવાજુની કરશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

હજુ તો લોકસભાની ચૂંટણીઓની જાહેરાત જ થઈ છે, ત્યાં કોંગ્રેસ, ભાજપ સહિતના રાજકીય પક્ષોમાં રાજકીય હલચલ વધી ગઈ છે અને પક્ષાંતરો તથા રાજીનામાનો દોર ચાલુ થઈ ગયો છે, ત્યારે ચૂંટણી પૂરી થતા સુધીમાં કેવા કેવા પરિવર્તનો થશે અને તેની અસરો ચૂંટણીના પરિણામ પર કેટલી પડશે, તે જોવાનું રહ્યું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh