Advertisement
Author: નોબત સમાચાર

આરોપીને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર દંપતીનો હલ્લોઃ હાથમાં બ્લેડથી ચેકા માર્યા

જામીનની શરતનો ભંગ કરી ઘરમાં આવ્યો હતોઃ

જામનગર તા. ૧૯ઃ સલાયાના એક શખ્સને હાઈકોર્ટે હત્યા પ્રયાસના ગુન્હામાં દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવાની મુદ્દતે જામીન આપ્યા પછી આ શખ્સ ગઈકાલે પોતાના ઘરેથી મળી આવ્યો હતો. તેને પકડવા ગયેલી પોલીસ સાથે આ શખ્સ તથા તેના પત્નીએ ધમાલ કરી ફરજમાં રૃકાવટ સર્જી હતી. આ શખ્સે પોતાના હાથમાં બ્લેડથી છરકા પણ મારી દીધા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયામાં ગોદી૫ાડામાં રહેતા રીઝવાન રઝાક સંઘાર નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૧માં હત્યા પ્રયાસનો એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં જામીન મુક્ત થવા વર્ષ ૨૦૨૨માં આરોપી રીઝવાને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજીના સંદર્ભે હાઈકોર્ટે દ્વારકા જિલ્લામાં નહીં પ્રવેશવાની શરત મૂકી તેને જામીનમુક્ત કર્યાે હતો.

ત્યારપછી આ શખ્સ પોતાના ઘરે આવતો જતો હોવાની બાતમી મળતા ગઈકાલે સવારે સલાયા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ રીઝવાનના ઘેર પહોંચ્યો હતો ત્યારે આ શખ્સ પોતાના ઘરમાં પત્ની હાફીયા રીઝવાન સાથે મળી આવ્યો હતો. રીઝવાનને પોલીસ સ્ટેશન આવવા સલાયાના જમાદાર વેજાણંદ વી. માયાણીએ કહ્યું હતું.

આ વેળાએ પોલીસની સૂચના માન્યા વગર રીઝવાન અને હાફીયાએ ધમાલ મચાવી ગાળો ભાંડી હતી અને પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી તથા પોલીસને ડરાવવા માટે ઘરમાંથી બ્લેડ લાવી રીઝવાને પોતાના હાથમાં ખુંપાવી દીધી હતી. તેના હાથમાંથી લોહી વહેવા માંડ્યું હતું. આ શખ્સને દવાખાને ખસેેડવામાં આવ્યો છે અને સલાયા મરીન પોલીસે જમાદાર વેજાણંદભાઈની ફરિયાદ પરથી પતિ-પત્ની બંને સામે ફરજમાં રૃકાવટ કરવા સહિતનો ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh