Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવિ મંગેતરે પિતાને કર્યાે હતો ફોનઃ
જામગનર તા. ૧૯ઃ કાલાવડમાં સપ્તાહ પૂર્વે એક દેવીપૂજક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સગાઈ પછી મંગેતરના ઘેર ગયેલી યુવતીને ત્યાં રાત્રે સુવા માટે બોલાચાલી થયા પછી ભાવિ પતિએ તેણીના પિતાને ફોન કરીને જાણ કરતા તેણીએ આ પગલું ભર્યાનું ખૂલ્યું છે.
રાજકોટ જિલ્લાના લોધિકા (કોટડાસાંગાણી) તાલુકાના નોંધણચોરા ગામના મૂળ વતની અને હાલમાં કાલાવડના કુંભનાથપરામાં ઈદ મસ્જિદ પાસે રહેતા હેતલબેન ધનાભાઈ વાઘેલા નામના ૨૪ વર્ષના દેવીપૂજક યુવતીએ ગઈ તા.૧૦ની બપોરે કાલાવડમાં કોઈ ઝેરી દવા ગટગટાવી હતી.
આ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. કાલાવડ શહેર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૃ કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે ખૂલ્યા મુજબ આ યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. તે પછી મંગેતરના ઘેર આવેલી હેતલબેનને રાત્રિના સમયે સુવા બાબતે બોલાચાલી થઈ હતી. બહાર સુવા માટે થયેલી વાતચીત પછી મંગેતરે તેની વાત હેતલબેનના પિતાને ફોન કરીને કરી હતી. તે બાબતનું માઠું લાગી આવતા પોતાના ઘેર પરત ફરેલી આ યુવતીએ દવા પી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial