Advertisement
Author: નોબત સમાચાર

સલાયા-માંઢા રોડ પર બાઈકમાં ગાંજો લઈને જતાં સલાયાના શખ્સની અટકાયત

૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો કરાયો ઝબ્બેઃ

જામનગર તા. ૧૯ઃ ખંભાળિયાના સલાયાથી માંઢા વચ્ચેના રોડ પર ગઈકાલે પુર્વ બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી એસઓજી ટીમે એક બાઈકને રોકાવી ચેક કરતા તેના પર જઈ રહેલા સલાયાના શખ્સ પાસેથી ૭ કિલો ૯૪૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સિક્યુરિટી તરીકે નોકરી કરતા આ શખ્સે અન્ય ત્રણ સાગરિતના નામ પોલીસને આપ્યા છે.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીક માંંંઢા રોડ પર એક શખ્સ ગાંજાની હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન માંઢા રોડ પર જઈ રહેલા સલાયાના હુસેની ચોકવાળા અકરમ રઝાક સંઘાર નામના શખ્સને મોટરસાયકલ પર જતો હતો ત્યારે રોકી લેવાયો હતો. તેની પાસે રહેલા થેલાની તલાશી લેવાતા તેમાંથી સાત કિલો અને ૯૪૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

એસઓજીએ રૃા.૭૯૪૬૦ નો ગાંજાનો જથ્થો, થેલો, મોબાઈલ, બાઈક મળી કુલ રૃા.૨,૦૧,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરિત સલાયાના હુસેની ચોકવાળા એજાઝ રઝાક સંઘાર, રીઝવાન રઝાક સંઘાર અને ખંભાળિયાના ઝીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલાના નામ આપ્યા છે. ચારેય શખ્સ સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh