Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા
જામનગર તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણ ર૦ર૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬-૩-ર૦ર૪ ના જાહેરાત કરાવમાં આવતા સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડેલી છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ રર(૧૬) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે અનુસંધાને જામનગર જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ (અપવાદ સિવાયના) તેમના હથિયાર ૭ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચી મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સૂચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે. આ હુકમ ચૂંટણી સાથે સંકળાયેલા કે વિશેષ સુરક્ષા ધરાવતા અધિકારી-કર્મચારીઓને મુક્તિ મળી હોય તેને લાગુ પડશે નહીં.
જિલ્લાના જે પરવાનેદારોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવાને પાત્ર હોય તેઓએ જિલ્લા કક્ષાએ ૪ દિવસમાં સ્ક્રીનિંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા. ૬-૬-ર૦ર૪ પછી દિવસ ૭ મા સંબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સંબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯ ની કલમ ૩૦ તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial