Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા, દ્વારકા તથા લાલપુરમાં પવનચક્કીમાંથી વાયર ચોરનાર ઝબ્બે

૨૦ પવનચક્કીમાં ચોરી કર્યાની કબૂલાતઃ

જામનગર તા. ૧૯ઃ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી ગઈકાલે દ્વારકા એલસીબીએ સિક્કામાં રહેતા એક શખ્સને પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે ખંભાળિયા, દ્વારકા, જામનગરના લાલપુર તાલુકામાં વીસ પવનચક્કી ટાવરમાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના મશરીભાઈ, ભરત ભાઈ, લાખાભાઈને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીક પાયલ હોટલ પાસે વોચ રાખવામાં આવી હતી.

તે દરમિયાન મૂળ વાડીનાર ધારના રહેવાસી અને હાલમાં સિક્કાના કારા-ભુંગા વિસ્તારમાં રહેતો મહેબુબ ઉર્ફે ડાડલો જુનસ સુંભણીયા નામનો શખ્સ પસાર થતાં તેને રોકાવી પૂછપરછ કરાતા આ શખ્સે એકાદ વર્ષ પહેલાં ખંભાળિયા, દ્વારકા તથા જામનગર જિલ્લાના લાલપુરમાં આવેલી પવનચક્કીઓની જુદી જુદી સાઈટ પર ડીસ ટાવરમાંથી કોપર વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે મેઘપર પોલીસ સ્ટેશનના ચોરીના બે ગુન્હા, વાડીનારમાં આઈપીસી ૧૮૮ અને પ્રોહી. એક્ટની કલમ-૬૬ (૧) (બી) તેમજ ખંભાળિયા-દ્વારકામાં ચોરીના એક-એક અને લાલપુર પોલીસ મથકમાં બે ગુન્હા નોંધાયેલા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh