Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરે બેન્ક મેનેજરોની બેઠક યોજીઃ
ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીની અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યાએ સૂચનાઓ આપી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાએ જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરીમાં ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી બાબતે દેખરેખ રાખી ચૂંટણી વિભાગને માહિતીગાર કરવા જણાવ્યું હતું.
કોઈ સામાન્ય નાગરિકો તેમજ અન્ય કોઈને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાએ છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવાની પણ સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં/મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દૃષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર.ટી.જી.એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે.
નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર ઉપરાંત તેમના પરિવારજનો અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. ધાનાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, બેન્ક મેનેજર સહિત વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial