Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા ચૂંટણી ર૦ર૪
જામનગર તા. ૧૯ઃ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ મૂકાયો છે.
લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યક્તિ/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉક્ત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને, શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. જેના કારણે જાહેર સુલેહ-શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર પડી શકે છે. ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાના અમલ માટે તથા જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૃએ જાહેરનામું ફરમાવેલ છે.
તદ્નુસાર જામગનર જિલ્લાના હદ વિસ્તારમાં ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉક્ત ચૂંટણી માટે નિયત કરેલ મતદાન મથકથી ર૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ/સંકુલની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. ઉપરોક્ત હુકમનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ફોટોગ્રાફવાળા ફક્ત એક જ પાર્ટી ફ્લેગ અને બેનર લગાવી શકાશે. આવા બેનરની સાઈઝ ૪ ફૂટ બાય ૮ ફૂટની મર્યાદામાં રાખવાની રહેશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહીં. સ્થાનિક સત્તા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચારસંહિતા અને ખર્ચ સંબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ શુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા. ૬-૬-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial