Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળની અમંગળ પ્રભાતઃ
મુંબઈ તા. ૧૯ઃ શેરબજારની શરૃઆત આજે પણ શુભ રહી ન હતી. અઠવાડિયાના બીજા જ દિવસે બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે બીએસઈ સેન્સેકસ અને એનએસઈ નિફટીની શરુઆત નુકસાન સાથે થઈ હતી. જેથી મંગળવારની સવાર શેરબજાર માટે અમંગળ રહી હતી.
સવારે બીએસઈ સેન્સેકસ ર૮પ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૭ર૪૬ર પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફટીએ ૧૦૯ પોઈન્ટ ઘટાડા સાથે ર૧૯૪૬ ના સ્તર પર આજના કારોબારની શરૃઆત કરી હતી. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેકસ ૬૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફટી ૧૭૧ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ર૧૮૮૪ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એસએસઈ પર ટ્રેડ થયેલા ર૩પ૭ શેરોમાંથી માત્ર ૯૧૯ જ ગ્રીનમાં જોવા મળી રહ્યા છે, જ્યારે ૧૩૪ર શેરોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ ૯૮ શેરોની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
બેન્ક ઓફ જાપાનના નાણાકીય નીતિના નિર્ણય પહેલા આજે એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, આ વર્ષ ૧૭ વર્ષ પછી અહીં નકારાત્મક વ્યાજ દર નીતિને સમાપ્ત કરે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial