Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિમણૂકો ગેરકાયદે હોવા છતાં ચૂકવણાં ?
જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકાના ઓડીટ શાખા કાર્યરત છે પરંતુ તેની કામગીરી કાયમ વિવાદમાં રહી છે. તેનાથી ઉપરની લોકલ ફંડ ઓડીટના અધિકારીએ કરેલ નોટીંગનું મહત્ત્વ રાખવામાં આવતું નથી. તેમણે કરેલ આદેશનો પણ ઉલાળીયો કરીને બે નિવૃત્ત કર્મચારીને કોઈ શેહ શરમ રાખ્યા વગર પગાર ચુકવી દેવાતા વિવાદ સર્જાયો છે. જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી બિપીન પરમાર અને સેક્રેટરી અશોક પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી તેમને કોન્ટ્રાકટ બેઝ ઉપર એજ સ્થાને પુનઃ નોકરીમાં રાખવામાં આવ્યા હતાં અને પગાર ચૂકવાયો હતો. થોડા સમય પહેલા લોકલ ફંડ ઓડીટની ટીમે ઓડીટ કર્યું હતું જેમાં નોંધ કરી હતી કે બિપીન પરમારનો બે વર્ષનો અને અશોક પરમારનો ત્રણ વર્ષના પગારની રીકવરી કરવી અથવા તો સરકારની તેમની નિમણૂક માટેની મંજુરી મેળવી તેનો પત્ર રજુ કરવો એટલે સ્પષ્ટ થાય છે કે બન્નેની નિમણૂક માટે સરકારની મંજુરી મેળવાઈ નથી. એટલે કે તેઓની નિમણૂક ગેરકાયદે છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકાના ઓડીટ શાખા દ્વારા કોઈ પણ ઓડીટમાં ખાસ નોંધ વગર ફાઈલને મંજુરી આપી દેવામાં આવતા સાત માસનો પગાર એક સાથે તાજેતરમાં ચુકવાઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial