Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાંથી ૯ર૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ

આચારસંહિતા લાગુ થયા પછી

ખંભાળિયા તા. ૧૯ઃ આચારસંહિતાના અમલ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ૯ર૮ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ હતી.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાનય ચૂંટણી ર૦ર૪ ની તારીખો જાહેર થતા જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યાના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૃપે ૯ર૮ પ્રચારાત્મક સામગ્રી હાટવી દેવામાં આવી છે. જિલ્લામાં જાહેર મિલકતો પરથી ૧૩૩ વોલ રાઈટીંગ, ૪૬૧ પોસ્ટર, ૧૬૯ બેનર અને અન્ય ૩૩ એમ કુલ ૭૯૬ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે, જ્યારે ખાનગી મિલકતો પરથી ૬૪ વોલ રાઈટીંગ, ૪ર પોસ્ટર, ૧૯ બેનર અને અન્ય ૭ એમ કુલ ૧૩ર પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ કુલ ૯ર૮ પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh