Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી પાછળનો ખર્ચ ૧૦ લાખ કરોડને પાર

એકલી લોકસભાની ચૂંટણીમાં જ રૃા. ૧.ર૦ લાખ કરોડના ખર્ચની ધારણા

નવી દિલ્હી તા. ૧૯ઃ ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ પાછળ અંદાજે પ્રત્યેક મુદ્ત દીઠ રૃા. ૧૦ લાખ કરોડથી વધુનો ખર્ચ થતો હોય છે. આનો કોઈ ઉપાય શોધવો જોઈએ, તેવા જનપ્રત્યાઘાતો છે.

વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી ભારતમાં યોજાય છે. આ સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો પાણીની જેમ પૈસા ખર્ચે છે. જો આપણે ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓ માટેનો એક વખતનો ખર્ચ ઉમેરીએ તો તે રૃા. ૧૦ લાખ કરોડને પાર કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર જો એકસાથે એક સપ્તાહમાં તમામ ચૂટણીઓ કરાવવામાં આવે અને પક્ષો ચૂંટણી અનુશાસનનું પાલન કરે તો ૩ થી પ લાખ કરોડ રૃપિયાની બચત થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં ૧.ર૦ લાખ કરોડ રૃપિયા ખર્ચ થવાની ધારણા છે. આનો સૌથ્ મોટો ભાગ ઉમેદવારોના પ્રચાર પ્રચારનો રહેશે. દેશભરમાં વિધાનસભાની ૪,પ૦૦ બેઠકો છે. તેમની ચૂંટણી એક વખત કરાવવાનો ખર્ચ ૩ લાખ કરોડ રૃપિયા છે. મહાનગરપાલિકામાં કુલ પ૦૦ બેઠકો છે. તેમની ચૂંટણી પાછળ એક લાખ કરોડ રૃપિયા ખર્ચવામાં આવે છે. ૬પ૦ જિલ્લા પરિષદની બેઠકો, ૭,૦૦૦ મંડલ બેઠકો અને ર.પ લાખ ગ્રામ પંચાયતની બેઠકો માટે લગભગ રૃા. ૪.૩૦ લાખ કરોડનો ખર્ચ થાય છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર પ૦ લાખથી ૭૦ લાખ રૃપિયા સુધીનો ખર્ચ કરી શકે છે.

જો કે, તે ક્યા રાજ્યમાંથી ચૂંટણી લડે છે તેના પર નિર્ભર છે. અરૃણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમ સિવાયના અન્ય તમામ રાજ્યોમાં (ખર્ચ મર્યાદા રૃા. પ૪ લાખ), ઉમેદવાર પ્રચાર માટે વધુમાં વધુ રૃા. ૭૦ લાખનો ખર્ચ કરી શકે છે. આ મર્યાદા દિલ્હી માટે ૭૦ લાખ અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો માટે પ૪ લાખ છે. વિધાનસભા ચૂંટણી માટે મહત્તમ ખર્ચ મર્યાદા રૃા. ર૦ લાખથી રૃા. ર૮ લાખની વચ્ચે છે. ચૂંટણી ખર્ચ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને છેલ્લી ચૂંટણીમાં રૃા. પપ૦ અબજ સુધી પહોંચી ગયો છે.

જો છેલ્લી પાંચ ચૂંટણીઓની સરખામણી કરીએ તો આ ખર્ચ પાંચ ગણાથી વધુ વધી ગયો છે. ૧૯૯૯ માં લગભગ ૧૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦ર૩ માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન ૧૭૬૦ કરોડ રૃપિયાથી વધુ રકમ જપ્ત કરવામાં આવી છે. આ રકમ છેલ્લી જપ્તિ કરતા સાત ગણી વધારે છે.

વધતા જતા ચૂંટણી ખર્ચને પહોંચી વળવા એકસાથે જ તમામ ચૂંટણી યોજી શકાય, પરંતુ તેમાં પણ કેટલાક ટેકનિકલ મુશ્કેલીઓ હોવાનું કહેવાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh