Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલ-સિસોદિયાને કે.કવિતાએ પોતાને અનુકૂળ શરાબનીતિ ઘડવા રૃા.૧૦૦ કરોડ આપ્યાઃ ઈડીનો દાવો

બીઆરએસ મહિલા નેતાએ પોતાની ધરપકડને સુપ્રિમ કોર્ટમાં પડકારીઃ

નવી દિલ્હી તા. ૧૯ઃ ઈ.ડી.એ દાવો કર્યો છે કે કેજરીવાલ અને મનિષ સિસોદિયાને દક્ષિણ ભારતની મહિલા નેતા કે. કવિતાએ પોતાને અનુકૂળ શરાબનીતિ દિલ્હી સ્ટેટ માટે ઘડવાના હેતુથી રૃા. ૧૦૦ કરોડ આપ્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે ઈ.ડી.એ ર૪પ દરોડા પાડીને અત્યાર સુધી ૧પ ની ધરપકડ કરી છે.

દક્ષિત ભારતની મહિલા નેતા કે. કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એક્સાઈઝ નીતિનો લાભ ઊઠાવવા માટે કાવતરૃ ઘડ્યું હતું તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ઈ.ડી.એ આરોપ મૂક્યો છે કે આ માટે દિલ્હીના શાસક પક્ષને ૧૦૦ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતાં. તેલંગણાના પૂર્વ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવના પુત્રી અને એમએલસી ૪૬ વર્ષિય કવિતાની ફેડરલ એજન્સીએ ગયા સપ્તાહમાં હૈદરાબાદ સ્થિત તેમના ઘરમાંથી ધરપકડ કરી હતી. તેમને ર૩ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રાખવામાં આવશે. ઈ.ડી.એ દાવો કર્યો હતો કે તપાસમાં જાણવા મળ્યું છે કે કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એક્સાઈઝ નીતિનો લાભ ઊઠાવવા માટે કાવતરૃ ઘડ્યું હતું.

એજન્સીએ જણાવ્યું છે કે, પોતાની મરજી મુજબની નીતિ ઘડવા માટે કવિતા સહિતના નેતાઓએ આપના નેતાઓને ૧૦૦ કરોડ રૃપિયાની ચૂકવણી કરી હતી. ઈ.ડી.એ વધુમાં જણાવ્યું છે કે, ભ્રષ્ટાચાર અને કાવતરાની મદદથી દિલ્હી એક્સાઈઝ પોલિસી ર૦ર૧-રર ની રચના કરવામાં આવી હતી અને ત્યારપછી તેનો અમલ કરવામાં આવ્યો હતો. ઈ.ડી.એ ગયા સપ્તાહમાં જ પીએમએલએ કોર્ટને જણાવ્યું હતું કે કવિતા દિલ્હી એક્સાઈઝ નીતિ કૌભાંડના મુખ્ય કાવતરાખોર અને લાભાર્થી છે.

જો કે, દિલ્હી લિકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાએ તેની ધરપકડ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની ધરપકડના ત્રણ દિવસ પછી ૧૮ માર્ચે ઈડીનું નિવેદન સામે આવ્યું હતું. એજન્સીએ દાવો કર્યો છે કે, કે. કવિતાએ દિલ્હી એક્સાઈઝ પોલિસીની રચના અને લાગુ કરવામાં લાભ મેળવવા માટે આપના સિનિયર નેતાઓ સાથે મળીને કાવતરૃ ઘડ્યું હતું. એજન્સીનો દાવો છે કે આ માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને ૧૦૦ કરોડ રૃપિયા ચૂકવવામાં આવ્યા હતાં.

આ તરફ આપએ દાવો કર્યો છે ઈડી ભાજપની રાજકીય શાખાની જેમ કામ કરી રહી છે. સીએમ અરવિંદ કેજરીવાલ પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે.

ઈ.ડી.એ જણાવ્યું છે કે તેણે ર૦રર માં કેસ દાખલ કર્યા પછી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ર૪પ સ્થળોએ દરોડા પાડ્યા છે તથા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આપ નેતા મનિષ સિસોદિયા તથા આપના અન્ય નેતા સંજયસિંહ તથા કેટલાક ઉદ્યોગપતિઓ સહિત કુલ ૧પ લોકોની ધરપકડ કરી છે.

તપાસ એજન્સીનું કહેવું છે કે, દારૃના હોલસેલર્સ દ્વારા આમ આદમી પાર્ટી માટે લાંચ લેવામાં આવી હતી. આ સિવાય કવિતા અને તેના સહયોગીઓએ આપને અગાઉથી ચૂકવેલી રકમ વસૂલ કરવાની હતી. તેને નફો કમાવવો હતો. ઈ.ડી.એ કહ્યું છે કે આ કેસમાં કે. કવિતાની ર૩ માર્ચ સુધી સાત દિવસના રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવશે. આ મામલામાં ઈ.ડી.એ અત્યાર સુધીમાં દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ સહિત દેશભરમાં ર૪પ સ્થળોએ દરોડા પાડ્યા છે.

આ કેસમાં અત્યાર સુધીમાં આપના મનિષ સિસોદિયા, સંજયસિંહ અને વિજય નાયર સહિત કુલ ૧પ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ અત્યાર સુધીમાં પ સપ્લીમેન્ટ્રી ફરિયાદો અને એક પ્રોસિક્યુશન ફરિયાદ કરી છે. ઉપરાંત ગુનાની આવકમાંથી અત્યાર સુધીમાં રૃા. ૧ર૮.૭૯ કરોડની સંપત્તિ મળી છે.

કવિતાનું કહેવું છે કે, તેની સામે ઈડીની કાર્યવાહી રદ થવી જોઈએ. કારણ કે તે સંપૂર્ણપણે ગેરકાયદે છે. તેમણે કહ્યું છે કે, ઈડીની આ કાર્યવાહી ગેરકાયદેસર, ગેરબંધારણીય અને મનસ્વી છે. ઉપરાંત આ એજન્સીએ એસસીમાં જે કહ્યું તેનાથી વિરૃદ્ધ છે. ખાસ કરીને મહિલા માટે મની લોન્ડરીંગ એક્ટ ર૦રર ની કલમ ૧૯ ની જોગવાઈઓનું ઉલ્લંઘન પણ છે.

આ તરફ આપએ આરોપ લગાવ્યો છે કે ઈડી ભાજપ માટે રાજકીય વિંગની જેમ કામ કરી રહી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસીને લઈને સીએમ અરવિંદ કેજરીવાલ પર ઈડી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આપએ કહ્યું, 'ભૂતકાળમાં અનેક પ્રસંગોએ ઈ.ડી.એ આવા અત્યંત ખોટા અને વ્યર્થ નિવેદનો જારી કર્યા છે જે દર્શાવે છે કે નિષ્પક્ષ તપાસ એજન્સી બનવાને તે ભાજપની રાજકીય વિંગની જેમ કામ કરી રહી છે.' દરરોજ જૂઠાણું ફેલાવીને અને મીડિયામાં સનસનાટી ફેલાવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh