Advertisement
Author: નોબત સમાચાર

કજુરડા પાટીયે વાડીનાર જવાનો માર્ગ બંધ કરી દેવાતા મુશ્કેલી

વાડીનાર તા. ૧૯ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર કજુરડાના પાટીયા પાસે વાડીનાર જવા માટે ડિવાઈડરમાં જગ્યા રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા અચાનક આ ડિવાઈડર ઉપર પથ્થરો, બેરીગેટ મૂકીને જગ્યા બંધ કરવામાં આવી છે.

જેથી વાડીનાર, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, ટીંબડી, કજુરડા સહિતના ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હવે ખંભાળીયા જવા માટે રોંગસાઈડમાં જઈને દોઢ કિમી દૂર સિંહણના પાટીયા પાસે ઊભું રહેવું પડે છે. વાહનોને પણ જીવના જોખમે રોંગ સાઈડમાં અવરજવર કરવી પડે છે.

ત્રણ દિવસ પહેલા કજુરડાના પાટીયા પાસે અકસ્માત થયા પછી તંત્ર દ્વારા રસ્તો જ બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh