Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલ અંગેની વધુ સુનાવણી આવતા મહિને થશેઃ
જામનગર તા. ૧૯ઃ જામનગરના ઉદ્યોગપતિએ રૃા.૧ કરોડ ૧૦ લાખના ૧૧ ચેક પરત ફર્યાની ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષી સામે કરેલી ફરિયાદમાં આરોપીને બે વર્ષની કેદ અને રૃા.ર કરોડ ૨૦ લાખનો દંડ ફટકારાયો છે. તે હુકમ સામે અપીલમાં જવા આરોપી ગઈકાલે જામનગર કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. અદાલતે રૃા.૨૨ લાખ જમા કરાવવા અને વિદેશ ન જવા સહિતની શરતો મૂકી છે અને આવતા મહિને વધુ સુનાવણી મુકર્રર કરી છે.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ વર્ષાે પહેલાં રૃા.૧ કર કરોડ ૨૦ લાખ હાથઉછીના મેળવી રૃા.૧૦ લાખનો ચેક એવા ૧૨ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા અશોકભાઈએ જામનગરની કોર્ટમાં રાજકુમાર સંતોષી સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદ મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર થાય તે માટે આરોપીએ પ્રયત્ન કર્યાે હતો પરંતુ તે કેસ જામનગરમાં જ ચાલશે તેવો હુકમ આવ્યો હતો. તે પછી ગયા મહિને અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને ૧૧ ચેક પરતના કેસમાં બે વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે આરોપી રાજકુમાર સંતોષીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી જામીન મુક્ત થવા અરજી કરી હતી.
તે અન્વયે ગઈકાલે રાજકુમાર સંતોષી જામનગર આવ્યા હતા. તેઓના વકીલે જામીન અરજી અને અપીલ કોર્ટમાં રજૂ કર્યા હતા. તે અંતર્ગત કાયદા મુજબ આરોપી પક્ષે ૨૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી તેવી દલીલ મૂળ ફરિયાદીના વકીલ ભોજાણી એસો.ના એડવોકેટ પિયુષભાઈ ભોજાણી, ભાવિન ભોજાણી વગેરેએ કરતા અદાલતે રૃા.૨૨ લાખ તાત્કાલિક અસરથી જમા કરાવવા તેમજ રહેઠાણનું કાયમી સરનામુ પ્રૂફ સાથે કોર્ટમાં રજૂ કરવા અને કોર્ટની પરવાનગી વગર વિદેશ ન જવા માટે હુકમ કરી વધુ સુનાવણી આગળની તા.૧૯ એપ્રિલ પર મુકર્રર કરી છે. મૂળ ફરિયાદી પક્ષમાં ભોજાણી એસો.ના ભાવિન રાજદેવ, કિશોર ભટ્ટ, પ્રકાશ કંટારીયા, સચિન જોષી, એ.વાય. કાસમાણી, અલ્કા નથવાણી સાથે રહ્યા છે.
રાજકુમાર સંતોષીએ સંખ્યાબંધ હિન્દી હીટ ફિલ્મો આપી છે. હાલમાં પણ તેઓ સન્ની દેઓલ અને આમિર ખાનના પ્રોડ્કશન હાઉસ સાથે મળી લાહોર-૧૯૪૭ નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial