Advertisement
Author: નોબત સમાચાર

વડોદરા ભાજપમાં ભડકો... ધારાસભ્ય કેતન ઈનામદારે ધરી દીધું રાજીનામું

આ પહેલા પણ રાજીનામું આપ્યું હતું, પણ સમાધાન થતા પાછું ખેંચ્યું હતું

વડોદરા તા. ૧૯ઃ વડોદરા ભાજપમાં ભડકો થયો છે, અને ધારાસભ્ય પદેથી કેતન ઈનામદારે ઈ-મેઈલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું ધરી દીધા પછી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું હોવાના વાવડ છે. તે પછી કેતન ઈમાનદારને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાના અહેવાલો આવ્યા છે.

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં ૭ મે ર૦ર૪ ના ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની ર૬ લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે વિધાનસભાની વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ભાજપના ધારાસભ્ય ઈનામદારે આજે પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાનમાં આ રાજીનામું હજી સુધી અધ્યક્ષએ સ્વીકાર્યું નથી તેમ પણ જાણવા મળે છે. તે પછી સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ રાજીનામું આપ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતાં. છેલ્લા અહેવાલો મુજબ કેતન ઈમાનદારને ગાંધીનગરનું તેડું આવ્યું છે, પણ તેઓ આ વખતે રાજીનામું પાછું ખેંચવાના મૂડમાં જણાતા નથી.

ઉલ્લેખનિય છે કે, વિધાનસભાની સાવલી બેઠકના ભાજપના ધારાસભય કેતન ઈનામદારે અવારનવાર લોકોના પ્રશ્નો અધિકારીઓ ઉકેલ લાવતા નથીના આક્ષેપો કરી અગાઉ પણ રાજીનામું ધરી દીધું હતું અને ત્યારપછી સમાધાન થતાં રાજીનામું પરત ખેંચી લીધું હતું. આ વખતે ફરી એકવાર કેતન ઈનામદારે પોતાનું રાજીનામું અધ્યક્ષને ઈ-મેલ દ્વારા મોકલી આપી જણાવ્યું છે કે મારા અંતર આત્માના અવાજને માન આપીને ધારાસભ્ય પદેથી મારૃં નામું મોકલી આપું છું.

રાજકીય મોરચે ચાલતી ચર્ચા પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કુલદીપસિંહ રાહુલજીને પ્રદેશ પ્રમુખે ભાજપમાં એન્ટ્રી કરાવતા કેતન ઈનામદારે વિરોધ કર્યો હતો અને તે સમયે પણ રાજીનામું આપી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારપછી કુલદીપસિંહની નિમણૂક ડભોઈ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે કરવામાં આવતા તેને ધ્યાનમાં રાખીને આ વખતે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવે છે. સાથે સાથે હાલમાં ભાજપમાં જે રીતે લોકસભાના ઉમેદવાર રંજનબેનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે તેમના સમર્થનમાં પણ તેમણે રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે.

અત્રે યાદ આપવું જરૃરીસ છે કે ભાજપના મહિલા મોરચના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી પાર્ટીએ તેઓને ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતાં જે પછી ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાંથી ભાજપમાં ચાલતી જ ુથબંધી ફરી એકવાર જાહેર થઈ છે. દરમિયાનમાં કેતન ઈનામદારે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મારો અવાજ નથી, પરંતુ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ છે. જુના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કચાશ લાગતી હતી. પાર્ટીને મોટી કરવી જોઈએ, પરંતુ જુના કાર્યકર્તાઓને માન-સન્માન મળવું જોઈએ. લોકસભાની ચૂંટણી પૂર્વે આપેલા રાજીનામા અંગે તેમણે જણાવ્યું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. લોકસભાની બેઠક માટે સાવલી વિસ્તારમાંથી સૌથી વધુ લીડ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને મળશે અને તે માટે તમામ કાર્યકર્તાઓ કાર્ય કરશે.

ઉલ્લેખનિય છે કે, ર૦રર ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવારને ૬પ,૦૭૮ જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh