Advertisement
Author: નોબત સમાચાર

ચાર નકસલીઓને સુરક્ષાદળોએ ફૂંકીમાર્યા

જેના પર ૩૬ લાખનું ઈનામ હતુ તેવા

રાયપુર તા. ૧૯ઃ છતીસગઢમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર દરમિયાન ૩૬ લાખનું ઈનામ ધરાવતા ચાર નકસલીને ઠાર કર્યા છે. છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદે આ એન્કાઉન્ટર થયું હતું.

છતીસગઢમાં નકસલવાદીઓને મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૩૬ લાખ રૃપિયાનું ઈનામ ધરાવતા ચાર નકસલવાદી કમાન્ડર માર્યા ગયા હતાં. મંગળવારે સવારે છતીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ પર આ એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, સી૬૦ કમાન્ડોને નકસલવાદીઓની હિલચાલની માહિતી મળી હતી, જેના પછી આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને નકસલવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતાં.

બંને તરફથી ગોળીબાર થયો હતો અને એન્કાઉન્ટરમાં ૪ નકસલવાદીઓ માર્યા ગયા હતાં. માર્યા ગયેલા નકસલવાદીઓની ઓળખ વર્ગેશ, મંગટુ, કુરસમ રાજુ અને વેંકટેશ તરીકે થઈ છે. સ્થળ પરથી એક એકે૪૭, એક કાર્બાઈન, બે પિસ્તોલ સહિત મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

આ પહેલા ૪ માર્ચે સામાચાર આવ્યા હતા કે છતીસગઢ પોલીસે કાંકેરમાં એક નકસલવાદીને માર્યો હતો. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. ઈન્પુટના આધારે પોલીસે આ વિસ્તારમાં ઓપરેશન શરૃ કર્યું હતું. કાંકેર જિલ્લાના છોટાબેથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હિદુર ગામ પાસે સુરક્ષા જવાનોની સંયુકત ટીમ દ્વારા એક નકસલવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. પરંતુ ઓપરેશન પોલીસના બસ્તર ફાઈટર્સના કોન્સ્ટેબલ રમેશ કુરેઠી એન્કાઉન્ટરમાં માર્યા ગયા. તે જ સમયે, ઘટના સ્થળેથી એક એકે-૪૭ રાઈફલ મળી આવી છે. આ પહેલા કાંકરે જિલ્લામાં નકસલવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાકર્મીઓએ ત્રણ નકસલીઓને ઠાર કર્યા હતાં.

ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છતીસગઢમાં નકસલી હુમલાના આંકડા રજુ કર્યા હતાં. આ આંકડાઓ અનુસાર ર૦રર માં રાજ્યની અંદર ૩૦પ નકસલવાદી હુમલા થયા હતાં. અગાઉ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી ર૦ર૩ સુધી (માત્ર બે મહિનામાં) છતીસગઢમાં નકસલવાદી હુમલામાં ૭ જવાન શહીદ થયા હતાં. આંકડાઓ અનુસાર ર૦૧૩ થી ર૦રર વચ્ચેના ૧૦ વર્ષમાં છતીસગઢમાં ૩ હજાર ૪૪૭ નકસલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં ૪૧૮ જવાનો શહીદ થયા હતાં, જ્યારે સુરક્ષા દળોએ ૬૬૩ નકસલવાદીઓને ઠાર કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh