Advertisement
Author: નોબત સમાચાર

ખેતરની ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા પરપ્રાંતિય શ્રમિકનું થયું મૃત્યુ

મૃતદેહનો નિકાલ કરવાનો પણ કરાયો હતો પ્રયાસઃ

જામનગર તા. ૧૯ઃ જામજોધપુરના જામસખપુર ગામના એક ખેતરમાં છ મહિના પહેલાં રાત્રિના સમયે પાણી વાળતા એક પરપ્રાંતિય શ્રમિક બાજુના જ ખેતરની ફેન્સીંગને અકસ્માતે અડકી ગયા હતા. તે ફેન્સીંગમાં વહેતો કરાયેલો વીજ પ્રવાહ આ શ્રમિકને ભરખી ગયો હતો. વીજ પ્રવાહ વહેતો મુકનાર ખેડૂત સામે મૃતકના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે શ્રમિકના મૃત્યુ પછી મૃતદેહને નજીકમાં આવેલી બાવળની ઝાળીઓમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યાે હતો.

જામજોધપુર તાલુકાના જામસખપુર ગામમાં રૃડાભાઈ આલાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખડેલા ગામના વતની છગનભાઈ નાનસીંગ દેવડા તથા તેમના પત્ની મીનાબેન તે ખેતરમાં કામ કરતા હતા.

તે દરમિયાન ગયા સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખે રાત્રે છગનભાઈ ખેતરમાં કપાસના પાકમાં પાણી વાળતા હતા ત્યારે બાજુમાં જ આવેલા ખીમાભાઈ જગાભાઈ રાડા નામના ખેડૂતના ખેતરના શેઢે આવેલી ફેન્સીંગને અડકી ગયા હતા. આ ફેન્સીંગમાં ખીમાભાઈએ ઈલેકટ્રીક કરંટ વહેતો રાખ્યો હતો તેના કારણે શોર્ટ લાગતા છગનભાઈ ફેંકાઈ ગયા હતા અને તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી છગનભાઈના મૃતદેહને ઉપાડીને વાડી માલિક ખીમાભાઈએ નજીકમાં આવેલા સરકારી ખરાબામાં બાવળની ઝાળીઓમાં નાખી દીધો હતો. જેની બીજા દિવસે સવારે જાણ થઈ હતી.

ઉપરોક્ત બનાવ અંગે મીનાબેને ગઈકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ વાય.જે. વાઘેલાએ ખીમાભાઈ જગાભાઈ રાડા સામે આઈપીસી ૩૦૪, ૨૦૧ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh