Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં હથિયાર બંધીઃ પરવાનેદારોને તાકીદ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪

ખંભાળીયા તા. ૧૯ઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આત્મરક્ષણ તથા પાક રક્ષણના તમામ પરવાનેદારને તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા તાકીદ કરવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ૧ર જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળીયામાં મતદાર વિભાગ તથા ૮ર દ્વારકા મતદાર વિભાગનું મતદાર તા. ૭-પ-ર૪ ના યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા. ૧૬-૩-ર૦ર૪ ના કરવામાં આવેલી છે. જેના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા મેજીર્ટ્રેટે તેમને મળેલ સતાની રૃએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો નિશ્ચિત અપવાદ સિવાયના) એ તેમના હથિયાર પરવાનાઓ દિવસ-૭ માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સૂચના ગણી હથિયારો જમા કરાવી દેવા હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું કેટલીક જાહેર સુરક્ષા સાથે જોડાવવા લોકોને લાગુ નહીં પડે.

ઉપરોકત તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દિવસ-૭ માં સંબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સંબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh