Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા પાંચ કરોડનો ખર્ચ લેખે લાગેઃ
ખંભાળીયા તા. ૧૯ઃ ખંભાળીયા શહેરમાં વર્ષો જુની રાજાશાહીના સમયની તથા જામનગરના રાજા જામ રણજીતસિંહ દ્વારા જેનું ઉદ્ઘાટન થયેલું તે એક વખતની જાજરમાન બિલ્ડીંગ કે જેને પીડબ્લ્યુડીએ તોડી નાખવા હુકમ કરેલો પરંતુ આ શાળાના પૂર્વ છાત્રો તથા પૂર્વ શિક્ષકો તથા આગેવાનોની જહેમતથી સાડા પાંચ કરોડના જંગી ખર્ચ હતું તેવું આ બિલ્ડીંગ બની ગયું છે. ત્યારે શહેરના અગ્રણીઓ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ડો. ડીંડોરને રજુઆત કરીને આ નવા બિલ્ડીંગમાં જીવીજે હાઈસ્કૂલના હાલ અભ્યાસ કરતા છાત્રોને ભણવા માટે બિલ્ડીંગનો ઉપયોગ થાય તે માટે માંગ કરવામાં આવી છે.
જીવીજે હાઈસ્કૂલના પ્રાચીન અને ભવ્ય બિલ્ડીંગનું ભવ્ય રીતે રીનોવેશન કરીને રાજાશાહીના સમયની ઐતિહાસિક અને વારસારૃપ બિલ્ડીંગ જાળવી રાખી છે ત્યારે એ જુના સંસ્મરણો તાઝા કરવા માટે જીવીજે હાઈસ્કૂલના હાલના છાત્રોને આ નવા બિલ્ડીંગમાં બેસવાની માંગ કરી છે.
જીવીજે હાઈસ્કૂલ હિત રક્ષક સમિતિના ડો. વી.કે. નકુમ, લોહાણા વિદ્યાર્થી ભવનના પ્રમુખ મહેન્દ્રભાઈ મોટાણી, રેડક્રોસના જિલ્લા ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, એડવોકેટ સંજયભાઈ જે. જોશી, જલારામ સત્સંગ મંડળના ભાવેશભાઈ વિઠલાણી, માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, ભાટીયા જ્ઞાતિના વીણાબેન રમેશભાઈ સંપટ, જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્યએ માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial