Advertisement
Author: નોબત સમાચાર

ગેંગરેપના આરોપીના ચાર મકાનમાંથી ઝડપાઈ ગઈ રૂ.અઢી લાખની વીજચોરી

પોલીસ તથા વીજકર્મીઓએ હાથ ધર્યું ચેકીંગઃ

જામનગર તા. ૧૨: જામનગરમાં તાજેતરમાં નોંધાયેલા ગેંગરેપના એક આરોપીના ચાર મકાનમાં વીજજોડાણ ન હોવા છતાં બાજુમાં આવેલા થાંભલામાંથી વીજળી મેળવાતી હોવાની બાતમી પોલીસને મળતા વીજકર્મીઓને સાથે રાખી તમામ મકાનોમાં ચેકીંગ કરાતા રૂપિયા અઢી લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ ગઈ છે.

જામનગરના ઘાંચીની ખડકી વિસ્તારમાં વહેવારીયા મદ્રેસા પાસે રહેતા અને તાજેતરમાં ગેંગરેપના એક ગુન્હામાં ઝડપાયેલા હુસેન ગુલ મામદ શેખ નામના શખ્સના મકાનમાં વીજ કંપનીનું મીટર લગાડવામાં ન આવ્યું હોવા છતાં અને નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજ જોડાણ મેળવી તેનો વપરાશ કરાતો હોવાની વિગત મળતા એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે રાખી આ શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ શખ્સના ઘાંચીની ખડકી પાસે આવેલા બે મકાન ઉપરાંત સીલ્વર પાર્ક સોસાયટીમાં એક એક મકાન અને પંચેેશ્વર ટાવર પાસે આવેલા મકાનમાં ચકાસણી કરાઈ હતી. તે સ્થળોએ વીજ કંપનીનું મીટર લગાવેલુ ન હોવા છતાં નજીકમાં આવેલા થાંભલામાંથી વીજજોડાણ મેળવી તેનો વપરાશ કરાતો હોવાનું જણાઈ આવ્યું હતું. વીજકર્મીઓએ તે જોડાણ કાપી નાખી રૂ.અઢી લાખનો દંડ ફટકાર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh