Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૯ થી ૧ર મા હાલારમાં આચાર્યની રર જગ્યા ખાલી

 

સરકારી અને ગ્રાન્ટ ઈન-એઈડ હાઈસ્કૂલોમાં

જામનગર તા. ૧રઃ જામનગરની બીનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં આચાર્યની સાત જગ્યા ખાલી છે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧પ જગ્યા ખાલી છે. તેવી વિગતો શિક્ષણ વિભાગે જાહેર કરી છે.

રાજ્યની બીનઅનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આચાર્યની હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ ૮૯૬ આચાર્યની જગ્યા ખાલી છે. તેમાં સૌરાષ્ટ્રમાં ર૪૮ અને જામનગરમાં સાત તથા દ્વારકાની ૧પ આચાર્યની ખાલી જગ્યાનો સમાવેશ થાય છે.

શિક્ષણ વિભાગે ઓગસ્ટ માસમાં પ્રિન્સિપાલની ભરતી માટેની સત્તાવાર જાહેરાત આપી હતી. આ પછી અરજદારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવાઈ હતી. જે કાર્યવાહી પૂર્ણ થયા પછી મેરીટ લીસ્ટ જાહેર કરાયું હતું. હવે ખાલી રહેલ જગ્યા પર પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હવે આગામી દિવસોમાં આચાર્યની ખાલી જગ્યા ઉપર ભરતી કરાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh