Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઉત્સાહપૂર્વક યોજાયો સરસ્વતી સન્માન સમારોહઃ શૈક્ષણિક કીટનું વિતરણ

ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા

જામનગર તા. ૧૨: તાજેતરમાં શ્રી ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા શ્રી સમાજ સેવક મહાવીર દળ, ધનબાઈના ડેલામાં સરસ્વતી સમાજ સમારોહ ર૦ર૪ નું ભવ્ય આયોજન થયું હતું. જેમાં જ્ઞાતિના રર૦ થી વધુ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો.

સમાજ તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ તથા ક્રમાંક મેળવેલ વિદ્યાર્થી સમાજ તરફથી શિલ્ડ આપવામાં આવેલ. તમામ વિદ્યાર્થીઓને સ્વ. કિશોરભાઈ રાઠોડના સૌજન્યથી પ્રમાણપત્ર તથા હસમુખભાઈ હિંડોચા તરફથી બાલ પુસ્તિકા આપવામાં આવી હતી.

અતિથિવિશેષ તરીકે ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, ગોવા શિપ યાર્ડ ડાયરેક્ટર પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, વોર્ડ નં. ૧૦ કોર્પોરેટર પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ચૌહાણ ફળી પ્રમુખ આકાશ બારડ અને ચૌહાણ ફળીના પ્રમુખ, જે.એમ..સી.ના સેક્રેટરી અશોકભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ હાડા, પૂર્વ કોર્પોરેટર શશિભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિલેશભાઈ હાડા, પૂર્વ કોર્પોરેટર શશિભાઈ પુંજાણી, સમાજ સેવક મહાવીર દળના સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર, પૂર્વ આચાર્ય ડી.સી.સી. સ્કૂલ જયકુમાર રાઠોડ, જ્ઞાતિના એડવોકેટો મનોજભાઈ મકવાણા, હાર્દિકભાઈ એરડા, સુમિતભાઈ સોલંકી, પત્રકાર રાકેશ ચુડાસમા, જ્ઞાતિના આગેવાનો મનસુખભાઈ ચૌહાણ (બી.બી.સી.), જામનગર ઉદયના પી.પી. પરમાર, દિપક ચૌહાણ, વિજય અજા, જી.કે. પરમાર, રમેશ હાડા, મનસુખ ચાવડા, સુધીરભાઈ રાઠોડ, પ્રવિણભાઈ જેઠવા, દાનભેટ સમિતિના સભ્યો તથા જ્ઞાતિના મંડળો ખીમા મામા મિત્ર-મહિલા મંડળ, કાશીવિશ્વનાથ યુવક મંડળ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ અરવિંદભાઈ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન સાગર કિશોરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ પંકજભાઈ સોઢા, અનિષભાઈ સોઢા, મંત્રી દિનેશભાઈ સોઢા, કારોબારી સભ્યો દિનેશભાઈ ચૌહાણ, પિયુષભાઈ પરમાર, હર્ષદભાઈ સોલંકી, ભરતભાઈ સોલંકી, પરષોત્તમભાઈ ચુડાસમા હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh