Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભ્યાસ માટે માત્ર કલાકો નહીં, સમજવાની ક્ષમતા પણ મહત્ત્વનીઃ
જામનગર તા. ૧રઃ વિશ્વમાં સૌથી વધુ કલાક અને સૌથી ઓછા કલાક કયા દેશના યુવાઓ અભ્યાસ કરે છે ? તે અંગે એક રસપ્રદ રિપોર્ટ પ્રકાશ મા આવ્યો છે. એનઓપી વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સ ના સરવે મુજબ સૌથી વધુ કલાકો સુધી અભ્યાસ કરવામાં ભારત ના યુવા ઓ વિશ્વ માં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે સૌથી ઓછા કલાકો યુનાઈડેટ કિંગ્ડમ ના યુવાઓ અભ્યાસ કરે છે.
જોકે સરવેમાં એમ પણ જણાવાયું છે કે, તમામ વ્યક્તિઓમાં સમજવાની શક્તિ જુદી જુદી હોય છે. યુ પી એસ સી , બેન્કિંગ, જેઇઇ, નીટ અને અન્ય મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે પરીક્ષા પાસ કરવા માટે ૧૦ થી ૧૨ કલાક સુધી અભ્યાસ કર્યો છે, તો કેટલાક વિદ્યાર્થીઓએ દૈનિક ત્રણથી ચાર કલાક અભ્યાસ કરીને આવી પરીક્ષાઓ પાસ કરી હોવાનું જણાવ્યું છે. આ બંને બાબત પર થી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, અભ્યાસ કરવા માટે માત્ર કલાકો નહીં, સમજવાની ક્ષમતા પણ મહત્ત્વની છે.
સૌથી વધુ કલાકો અભ્યાસ કરવા મામલે ભારતના યુવાઓ ટોપ-૫ દેશોમાં પ્રથમ સ્થાને છે. ભારતના યુવાઓ એક સપ્તાહના સરેરાશ ૧૦.૪૨ કલાક અભ્યાસ કરે છે, જ્યારે થાઈલેન્ડના યુવાઓ ૯.૨૪ કલાક, ચીનના યુવાઓ લગભગ ૮ કલાક, ફિલિપાઈન્સ ૭.૩૬ કલાક, ઈજિપ્તના યુવાઓ સપ્તાહમાં સરેરાશ ૭.૩ કલાક અભ્યાસ કરે છે.
આમ તો યૂનાઈટેડ કિંગ્ડમનું વિશ્વભરમાં નામ છે અને ત્યાંની યુનિવર્સિટીઓમાં પણ અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે તેમ છતાં સરવે મુજબ સૌથી ઓછા કલાક અભ્યાસ કરનાર ટોપ-૫ દેશોમાં યૂનાઈટેડ કિંગ્ડમ પ્રથમ સ્થાને છે. યુકે ના યુવાઓ એક સપ્તાહમાં સરેરાશ ૫.૧૮ કલાક અભ્યાસ કરે છે. જ્યારે બીજા સ્થાને બ્રાઝીલના યુવાઓ ૫.૧૨ કલાક, તાઈવાન ૫ કલાક, ફ્રાન્સ ૪.૦૬ કલાક અને કોરિયાના યુવાઓ એક સપ્તાહમાં સરેરાશ ૩.૦૬ કલાક અભ્યાસ કરે છે.
સૌથી વધુ કલાકો અભ્યાસ કરતા ટોપ-૩૦ દેશોમાં ભારત પ્રથમ સ્થાને
એનઓપી વર્લ્ડ કલ્ચર સ્કોર ઈન્ડેક્સના સરવેમાં ટોપ -૩૦ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં એક સપ્તાહમાં સરેરાશ કેટલાક કલાક કયા દેશના યુવાઓ અભ્યાસ કરે છે, તેનો ઉલ્લેખ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial